તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
રાજકોટ જિલ્લામાં કૃષિ સહાય માટે ર,૪૧,૪૬૬ અરજીઓઃ ૬૦ હજાર ખેડૂતોએ અરજી ન કરીઃ ફટાફટ ચૂકવણું
જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ચૂકવણાનો ધમધમાટ

રાજકોટ, તા. ૬: રાજય સરકારે દિવાળી પછીના વરસાદથી થયેલ નુકશાનીના વળતર પેટે ખેડૂતો માટે રૂા. ૧૦ હજાર કરોડથી વધુ રકમનું પેકેજ જાહેર કરેલ. તેમાં ખેડૂત દિઠ મહતમ રૂા. ૪૪ હજાર સહાય કોઇ સર્વે વગર ચૂકવવાનું જાહેર કરેલ. રાજકોટ જિલ્લામાં ૩.૭ લાખ જેટલા ખેડૂતો હોવાનો અંદાજ તે પૈકી ગઇકાલે અરજી કરવાની મુદત પુરી થતા સુધીમાં ર,૪૧,૪૬૬ ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવા ચાલુ છે.
ખરીફ-૨૦૨૫ માં કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન માટે સરકારશ્રી દ્વારા કળષિ રાહત પેકેજ-ઓક્ટોબર ૨૦૨૫ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ખેડૂત દીઠ ૨ હેક્ટર મર્યાદામાં ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર વળતર મળવાપાત્ર થાય છે. રાજકોટ જિલ્લામાં આજ તા. ૬ ડીસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ ૨,૪૧,૪૬૬ ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કળષિ રાહત પેકેજ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરેલ છે. જે પૈકી ૮૬૮૪૩ ખેડૂતોને રૂ.૨૭૯.૦૬ કરોડની ચુકવણી કરેલ છે.બાકી સહાય ચુકવણાની કામગીરી હાલ ચાલુ છે.
(4:09 PM IST)










