તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
રાજકોટ શહેરના ૨૨ પીએસઆઇની આંતરિક બદલી કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા : જુઓ સંપૂર્ણ યાદી
એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ઝોન ૧, પીસીબીના અધિકારીઓ બદલાયા, નવા મુકાયા

રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેર હિતમાં ૨૨ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓ હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનો અને ખાસ શાખાઓ વચ્ચે અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વહીવટી કાર્યક્ષમતા વધારવાનો છે.
જાણવા મળ્યા મુજબ મુખ્ય બદલીઓમાં એચ.જે. સોલંકીને આજીડેમથી એ ડિવિઝનમાં, જ્યારે કે.એસ. મિશ્રાને એરપોર્ટથી રીડર ટુ એસીપી પશ્ચિમ તરીકે નિયુક્ત કરાયા છે. મહત્વના યુનિટોમાં બદલીની વાત કરીએ તો, આર.કે. ગોહિલ (પ્રદ્યુમનનગરથી ડી.સી.બી.) અને એમ.વી. જાડેજા (ગાંધીગ્રામથી એસ.ઓ.જી.) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એન.આર. રાઠોડ અને પી.જે. પરમાર સહિતનક પીએસઆઇને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં ફરજ સોંપવામાં આવી છે. એચ.એમ. મણવર અને એન.કે. સભાયા જેવા કેટલાક અધિકારીઓને લીવ રિઝર્વમાં મૂકીને તેમને રીડર ટુ એસીપીની અટેચમેન્ટ ફરજ સોંપવામાં આવી છે. ડી.સી.બી.માં ફરજ બજાવતા એ.એસ. ગરચર અને એમ.કે. મોવલીયાને અનુક્રમે EOW અને LCB ઝોન-૧માં બદલવામાં આવ્યા છે, જ્યારે આર.કે. જાડેજાને EOW માંથી પી.સી.બી.માં મોકલાયા છે. આ આંતરિક ફેરબદલીઓ શહેરના પોલીસિંગ માળખાને વધુ મજબૂત બનાવશે. બદલીનું લિસ્ટ આ મુજબ છે.

(8:19 PM IST)










