<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

દેશભક્તિના ગીતો સાથે રાજકોટનાં આભમાં શૌર્ય, સાહસ, રોમાંચ સાથે ભારતીય જવાનોના સંગાથે દિલધડક એર શો : સૂર્યકિરણ અને આકાશ ગંગાના જવાનો દ્વારા હેરતભર્યા કરતબ

ગરુડ કમાન્ડોનાં શસ્ત્ર પ્રદર્શન અને એરફોર્સ બેન્ડની સુરાવલીઓ તેમજ શૌર્ય, સાહસ અને રોમાંચ સાથે રાજકોટમાં ઐતિહાસિક "એર શો" આજે અટલ સરોવર ખાતે યોજાયો

રાજકોટ તા.૭

ગરુડ કમાન્ડોનાં શસ્ત્ર પ્રદર્શન અને એરફોર્સ બેન્ડની સુરાવલીઓ તેમજ શૌર્ય, સાહસ અને રોમાંચ સાથે રાજકોટમાં ઐતિહાસિક "એર શો" આજે અટલ સરોવર ખાતે યોજાયો છે.,જેનો અદભુત, અવિસ્મરણીય નજારો રાજકોટવાસીઓ નિહાળી રહ્યા છે આ તકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના નગરજનો એ દેશભક્તિના માહોલમાં આ એર શો નિહાળ્યો હતો.

     શનિવારે રિહર્સલ વખતે જ એર શો નિહાળી રાજકોટવાસીઓ રોમાંચિત થઈ ગયા હતા.આજે સવારે ૧૦ વાગ્યે સૂર્ય કિરણ ટીમ હેરતભર્યા કરતમ રજૂ કર્યા હતા.આજે સૂર્યકિરણ ટીમ સાથે "આકાશ ગંગા"નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ મારી ધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી ત્યારે દેશભક્તિનો અનોખો રંગ રાજકોટમાં જોવા મળ્યો હતો.આ સાથે ઍરપોર્ટ બેન્ડ, વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન યોજાયુ છે.ભારતીય વાયુસેનાના ચાર વિભાગોનું એક સાથે પ્રદર્શન રાજકોટમાં થયુ છે જે ઐતિહાસિક ઘટના છે.

 

આ પૂર્વે પીએમ મોદીની હાજરીમાં કેવડિયા ખાતે આ એર શો યોજાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાનાં પજમાનમાં આ કાર્યક્રમ યોજાયો છે.મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે,આઈએએફ દ્વારા સૂર્યકિરણ એરોબિટીક શો,આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમનું હેલિકોપ્ટરથી પહોંમન્સ, એરફોર્સ બેન્ડનું પ્રદર્શન અને શસ્ત્ર પ્રદર્શનને મંજૂરી અપાઈ છે.

 

(12:59 PM IST)