<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

નોબલ પ્રાઇઝ સમારોહનું રાજકોટમાં જીવંત પ્રસારણ કાર્યક્રમ ભાગ લેવા આવતીકાલ સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાતઃ બેઠક વ્‍યવસ્‍થા મર્યાદિત

૧૨ ડીસેમ્‍બર સુધી રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર (માધાપર, ઇશ્‍વરીયા પાર્ક પાસે) ખાતે નોબલ પ્રાઇઝ વિકની ઉજવણી ચાલું: તજજ્ઞોના વ્‍યાખ્‍યાનો : રજીસ્‍ટ્રેશનની લીંકઃ https://bitly.cx/Nobelprizeday2025

રાજકોટઃ ૧૦ ડીસેમ્‍બર  (બુધવાર) ના રોજ ખાસ નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમની ૨૦૨૫ નું સ્‍ટોકહોલ્‍મ, સ્‍વીડનથી જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવેલ છે તેનું જીવંત પ્રસારણ રીજીયોનલ સાયનસ સેન્‍ટર ઇશ્‍વરીયા પાર્ક પાસે માધાપર ખાતે કરવામાં આવશે તેમ સંસ્‍થાના દિપ્તીબેન હરયાણી જણાવે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫માં ફીઝીક્‍સ, કેમેસ્‍ટ્રી, ફીઝીયોલોજી / મેડીસીન ક્ષેત્રે એનાયત થયેલ નોબેલ પ્રાઈઝ ઉપર ખાસ વ્‍યાખ્‍યાનોનું આયોજન તથા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરી ભાગ લઇ શકાય છે.

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર રાજકોટ ખાતે આવેલ છ વિજ્ઞાનની થીમ આધારિત ગેલેરીઓમાં ભારતમાં પ્રથમ કહી શકાય તેવી નોબેલ પ્રાઈઝ ગેલેરી વિકસાવવામાં આવેલ છે, જે ભૌતિક શાષા (ફીઝીક્‍સ) ક્ષેત્રે નોબેલ પ્રાઈઝને સમર્પિત છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોબેલ પ્રાઈઝને કોઇપણ વૈજ્ઞાનિકને અપાતું સર્વોચ્‍ચ સન્‍માન ગણવામાં આવે છે. આ પ્રાઈઝ દર વર્ષે આપવામાં આવે છે અને વિજેતા વૈજ્ઞાનિકોને દર વર્ષે સર આલ્‍ફ્રેડ નોબેલની પુણ્‍યતિથિ તારીખ ૧૦ ડીસેમ્‍બરના રોજ સ્‍ટોકહોલ્‍મ સ્‍વીડન ખાતે ભવ્‍ય સમારંભનું આયોજન કરી એનાયત કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વ તેનું સાક્ષી બને છે.

વર્ષ ૨૦૨૫નું નોબેલ પ્રાઈઝ તારીખ ૧૦ ડીસેમ્‍બર બુધવારના રોજ આયોજિત કરવામાં આવેલ છે. આ નિમિત્તે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર  રાજકોટ ખાતે ૬ થી ૧૨ ડીસેમ્‍બર ૨૦૨૫ દરમિયાન નોબેલ પ્રાઈઝ વિકની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તારીખ ૧૦ ડીસેમ્‍બરના રોજ નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમનીનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથો-સાથ સેન્‍ટર દ્વારા વર્ષ ૨૦૨૫ના ફીઝીક્‍સ, કેમેસ્‍ટ્રી, ફીઝીયોલોજી / મેડીસીન ક્ષેત્રે નોબેલ પ્રાઈઝ મેળવનારા સંશોધનો ઉપર તજજ્ઞોના વ્‍યાખ્‍યાનો ઉપરાંત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનનો લાભ સમગ્ર વિજ્ઞાન પ્રેમી જનતા લઇ શકે છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત છે તથા નિઃશુલ્‍ક છે, મુલાકાતીઓએ ફક્‍ત સેન્‍ટરની એન્‍ટ્રી તથા પાર્કિગ ટીકીટ લેવાની રહે છે. આ કાર્યક્રમની સીટ નિયત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્‍ટ્રેશન લેવામાં આવશે. રજીસ્‍ટ્રેશનની છેલ્‍લી તારીખ ૯ ડીસેમ્‍બર (સાંજ  પહેલા રેહેશે. જો આ પહેલા સીટ ભરાઈ જશે તો લિકને વહેલી બંધ કરવામાં આવશે.  છે.

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર  રાજકોટ ૩ વર્ષથી જનસામાન્‍ય, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રેમીઓને વૈજ્ઞાનિક જ્ઞાન, અનુભવ અને આનંદપ્રદ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સમૃદ્ધ બનાવી રહ્યું છે. અત્‍યાર સુધીમાં અંદાજે ૩.૫ લાખ જેટલા મુલાકાતીઓ અહીં આવી વિજ્ઞાનની અજોડ દુનિયાનો સીધો અનુભવ કરી ચૂક્‍યા છે. આ સેન્‍ટર ઇશ્વરિયા પાર્ક, મધાપર ગામ, રાજકોટમાં આવેલું છે અને શહેરના લોકો માટે સરળતાથી પહોંચવાયોગ્‍ય સ્‍થાન પર સ્‍થિત છે.

રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટમાં કુલ ૬ થીમ આધારિત ગેલેરીઓ કાર્યરત છે, જેમાં દરેક ગેલેરી પોતાનું અલગ વૈજ્ઞાનિક વિશ્વ રજૂ કરે છે. આ ઉપરાંત સમયાંતરે અવકાશ દર્શન, વિવિધ સાયન્‍ટીફીક વર્કશોપ્‍સ અને સર્જનાત્‍મક વિજ્ઞાન પ્રવૃત્તિઓ દ્વારા આ કેન્‍દ્ર નિરંતર વૈજ્ઞાનિક સમજણ અને જિજ્ઞાસા વિકસાવવા કાર્યરત છે. ખાસ કરીને યુવાઓમાં વૈજ્ઞાનિક વિચારશક્‍તિ અને શોધપ્રવૃત્તિ વધારવા સતત વિવિધ આંતરરાષ્ટ્રીય દિવસોની વૈજ્ઞાનિક ઢબે ઉજવણીઓ અને અવનવી પહેલો કરવામાં આવે છે

 

(12:26 PM IST)