<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ભગવતીપરાના નિવૃત સફાઇ કામદાર સુરેશભાઇનું હૃદય બેસી જતાં મોત

બેભાન હાલતમાં કોઠારીયા રોડ જયનગરના હકાભાઇ સોરાણીનું મૃત્‍યુ

રાજકોટ તા. ૮: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માં રહેતાં સુરેશભાઇ ગોવિંદભાઇ બારૈયા (ઉ.વ.૫૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર સુરેશભાઇ બારૈયા મનપામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં હતાં અને નિવૃતી લીધી હતી. તેના પત્‍નિ પણ સફાઇ કામદાર છે. પોતે ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં કોઠારીયા રોડ જયનગર-૩માં રેહતાં હકાભાઇ રાઘવભાઇ સોરાણી (ઉ.વ.૪૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ, રવિભાઇએ બી-ડિવીઝન પોલીસ અને આજીડેમ પોલીસને કરી હતી.

(3:57 PM IST)