News of Monday, 8th December 2025
સુર્યકિરણે શોર્યતાનો પ્રકાશ ફેલાવ્યોઃ લોકો મંત્રમુગ્ધ
અટલ સરોવર ખાતે ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોના વિવિધ ફોર્મેર્શનનું દિલધડક કોૈશલ્યઃ મનપાનું ઐતિહાસીક આયોજન : ગરૂડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટરથી રેસ્કયુ મિશન દર્શાવાયં ુઃ આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનોએ ૮૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડતા એરક્રાફ્ટમાંથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવીઃ ભારતીય વાયુ સેનાના જવાનો અદભૂત શૌર્ય અને અવકાશી સ્ટંટનું નિદર્શનઃ સૂર્યકિરણ એર-શોમાં ૯ વિમાનોએ અવકાશમાં ત્રિરંગા, વિશાળકાય હાર્ટ સહિતના અદભૂત ફોર્મેશન રચતા હજ્જારો લોકોની જબરદસ્ત ચીચીયારીથી સ્માર્ટ સિટી એરિયા ગુંજી ઉઠ્યો

એરફોર્સની ટીમે વિવિધ કરતબોથી રાજકોટીયનોના દિલ જીત્યા : રાજકોટઃ શહેરના સ્માર્ટ સીટી વિસ્તારના અટલ સરોવર ખાતે યોજાયેલ યાદગાર અને અભૂતપૂર્વ એર શો સાથે, પ્રથમ વખત પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ પણ શહેરના નાગરિકોએ માણ્યું હતું. આ ઉપરાંત ગરૂડ કમાન્ડોના શષા, મિસાઈલ અને અન્ય સાધનોનું ભાગ્યે જ જોવા મળે તેવું શાનદાર પ્રદર્શન પણ લોકોએ નિહાળ્યું હતું. ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ Suryakiran Aerobatic Teamના નવ-નવ વિમાનોએ આકાશમાં અલગ અલગ ફોર્મેશનમાં દિલધડક સ્ટંટનં નિદર્શન કરી તેમના શૌર્ય, ચોકસાઈ અને પરફેક્ટ ટાઈમિંગ સાથેના તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરી સૌના દિલ જીતી લીધા હતાં. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નિહાળી નાગરિકો રોમાંચિત થઇ ગયા હતા અને તેઓએ હર્ષનાદ અને ચીચીયારી સાથે આ પરફોર્મન્સને વધાવી લીધું હતું. એર-શો પૂર્ણ થયા બાદ તમામ સાંસદ સહિતના મહાનુભાવોએ એરફોર્સ બેન્ડના મંડપ ખાતે પ્રસ્થાન કર્યું હતું, અને ત્યાં વાયુ સેનાના તમામ વરિષ્ઠ અધિકારીઓને સ્મળતિ ચિホ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે એરફોર્સ બેન્ડ દ્વારા ‘‘હે મેરે પ્યારે વતન....'' ગીતની સૂરાવલી રેલાવવામાં આવી હતી. તે વખતની તસ્વીરમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, ડેમેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, સામાજીક કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહવાળા સહિતના પદાધિકારીઓ -અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત- બગથરીયા)
રાજકોટ, તા. ૮: રાજકોટની તારીખમાં તા.૦૭ ડિસેમ્બરનો રવિવારનો દિવસ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. આજે એવું લાગતું હતું કે શહેરના તમામ રસ્તાઓ અટલ સરોવર-સ્માર્ટ સિટી એરિયા તરફ જ જતા હતાં. ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એટલ સરોવર આસપાસના વિસ્તારોના આકાશમાં સવારે ૧૦: ૦૦ વાગ્યાથી યોજાયેલ અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોએ હજ્જારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીને રોમાંચિત કરી દીધી હતી. ભારતીય વાયુ સેનાના જવાનોની વીરતા, શૌર્ય, શિસ્તબધ્ધતા, અને પરફેક્શન કેવા હોય તેની ફૂલ સ્કેલ ઝલક નિહાળી સમગ્ર રાજકોટની જનતાએ વાયુ સેના અને તેના જવાનો પ્રત્યે અહોભાવ અને કળતજ્ઞતા વ્યક્ત કરી હતી. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ એર-શોના અવસરે, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ભારતીય વાયુ સેનાના અધિકારીઓ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનઓ, કોર્પોરેટર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ સહિતના વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. એર-શોની સાથોસાથ ડીફેન્સનાં શષાો અને સાધનોનું પ્રરદર્શન પણ યોજવામાં આવેલ હતું. એર-શો પૂર્ણ થયા બાદ તમામ સાંસદશ્રી સહિતના મહાનુભાવોએ એરફોર્સ બેન્ડના મંડપ ખાતે પ્રસ્થાન કર્યું હતું, અને ત્યાં વાયુ સેનાના તમામ વરિષ્ઠ અધિકારીઓને સ્મળતિ ચિホ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે એરફોર્સ બેન્ડ દ્વારા ‘‘ હે મેરે પ્યારે વતન....'' ગીતની સૂરાવલી રેલાવવામાં આવી હતી.
સવારે ૧૦: ૦૦ વાગ્યાથી યોજાયેલ યાદગાર અને અભૂતપૂર્વ એર શો સાથે, પ્રથમ વખત પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ પણ શહેરના નાગરિકોએ માણ્યું હતું. આ ઉપરાંત ગરૂડ કમાન્ડોના શષા, મિસાઈલ અને અન્ય સાધનોનું ભાગ્યે જ જોવા મળે તેવું શાનદાર પ્રદર્શન પણ લોકોએ નિહાળ્યું હતું.
આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનો દ્વારા દ્વારા, ૮૦૦૦ ફૂટની ઉંચાઈએ ઉડતા એરક્રાફ્ટમાંથી પેરાશૂટ સાથે આકાશમાં જમ્પ કરી લોકોના દિલની ધડકન તેજ કરી દીધી હતી. આ જવાનોએ અટલ સરોવરના મેદાનમાં પરફેક્ટ સફળ લેન્ડીંગ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ હેલિકોપ્ટર MI- 17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશનમાં જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થયો હતો. આ પછી એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ સાથે આકાશમાં નવ - નવ વિમાનો દ્વારા ભવ્ય એર-શો યોજાયો હતો. આ કાર્યક્રમોએ રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જી હતી.
ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિધ્ધ Suryakiran Aerobatic Teamના નવ-નવ વિમાનોએ આકાશમાં અલગ અલગ ફોર્મેશનમાં દિલધડક સ્ટંટનં નિદર્શન કરી તેમના શૌર્ય, ચોકસાઈ અને પરફેક્ટ ટાઈમિંગ સાથેના તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરી સૌના દિલ જીતી લીધા હતાં. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નિહાળી નાગરિકો રોમાંચિત થઇ ગયા હતા અને તેઓએ હર્ષનાદ અને ચીચીયારી સાથે આ પરફોર્મન્સને વધાવી લીધું હતું.
એરફોર્સ બેન્ડ પર દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટયૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકે સમગ્ર એર-શોમાં અભૂતપૂર્વ માહોલ સર્જ્યો હતો.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ જેટલી મોટી સ્ક્રીન મુકવામાં આવી છે અને તેના માધ્યમથી બહોળી સંખ્યામાં લોકો એર-શોના સાક્ષી બન્યા હતા. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાયા હતા. અટલ સરોવરની ફરતે આવેલા જુદાજુદા રસ્તાઓ પર તેમજ આજુબાજુના ટેકરાઓ પર હજજારોની સંખ્યામાં એકત્ર થયેલા લોકો માટે આજનો આ અવસર યાદગાર બની ગયો હતો.
આ ઉપરાંત નાગરિકોની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ફરતે ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા હતાં. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકોએ ભવ્ય એર-શો અંગેની માહિતી અને લાઈવ બેન્ડની સૂરાવલીનો આનંદ પણ મેળવ્યો હતો. અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ-૭ વ્યુ પોઈન્ટ અને કુલ-૮ ર્પાકિંગ પ્લોટ નક્કી કરવામાં આવેલ હતા.
(3:54 PM IST)










