તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના કેસ યથાવતઃ ૨૩રપ દર્દી
મનપા દ્વારા ૭૫૭૨ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૭૮૬ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના ૧ દર્દીઃ મચ્છર ઉત્પતિ સબબ ૭૯ને નોટીસ

રાજકોટ, તા. ૮: શહેરમાં શિયાળો શરૂ થતા રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૨૩૨૫ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છજન્ય રોગના ૧ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧ થી ૭ નવેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૧ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧ કેસ નોંધાયો છે.
શરદી-તાવના ૨૩૨૫ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૨૭૬ તેમજ સામાન્ય તાવના ૮૯૩ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૬૩ તથા કમળાના ૨ અને ટાઇફોડનો ૧ સહિત કુલ ૨૩૭૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૭૩૪૧ તેમજ સામાન્ય તાવતા ૩૬૫૬૪ અને ઝાડા ઉલ્ટીના કેસ ૮૬૮૯ તથા ટાઇફોઇડના ૯૭ તેમજ કમળાના ૧૪૯ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૭૯ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૭૫૭૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૮૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૪૪ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૭૯ લોકોને નોટીસ આપવામાં આવી હતી
(3:03 PM IST)










