તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રની તમામ સરકારી હોસ્પિટલોમાં સોલાર પેનલ લગાવાશે
સૂર્ય ઉર્જાનો ઝળહળાટઃ ખર્ચ બચશેઃ આરોગ્ય ક્ષેત્રની સેવા વધુ સારી બનશે

રાજકોટ, તા. ૮: જિલ્લા પંચાયત રાજકોટની આરોગ્ય સમિતિના ચેરપર્સન શ્રીમતી લીલાબેન બટુકભાઈ ઠુમરના પ્રયાસો અને દૃઢ સંકલ્પના પરિણામે રાજકોટ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશ ઢોલરીયા, જિલ્લા ભાજપ પ્રભારીશ્રી ધવલ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓનો સાથ સહકાર દ્વારા આ અભિયાન થી ગુજરાતનું પ્રથમ ઝીરો ઇલેકટ્રીક સીટી બીલ રાજકોટ આરોગ્ય શાખાના હોસ્પિટલો થશે.
લીલાબેન ઠુંમરના જણાવ્યા મુજબ જિલ્લાના તમામ સરકારી હોસ્પિટલ ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને સોલાર પેનલ સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા મુખ્ય મથકની મોટા હોસ્પિટલ PHC, CHC, UPHC સહિત કુલ ૨૦ સરકારી હોસ્પિટલોમાં પ્રથમ તબક્કામાં સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે. આગામી નવા નાણાકીય વર્ષથી રાજકોટ જિલ્લાના ૨પર થી વધુ જેમાં ગોંડલ તાલુકાના ૩૬, ધોરાજી-૧૮, જામકંડોરણા- ૧. ૧૯, જસદણ-૩૫, જેતપર-૨૧, કોટડા સાંગાણી-૧૫, લોધિકા-૧૭, પડધરી-૧૨, રાજકોટ-૩૪, ઉપલેટા-૧૭, વિછીંયા-૨૮ પેટા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં પણ તબક્કાવાર સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે, જેથી આરોગ્ય સેવાઓ વધુ કાર્યક્ષમ, પર્યાવરણ મિત્ર અને ઊર્જા-સ્વાવલંબન દિશામાં આગળ વધી શકે.
આ યોજનાથી સરકારી હોસ્પિટલોનો વીજળી ખર્ચ ઘટશે, વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ વધશે અને દર્દીઓને ઁસતત, અવરોધરહિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. જિલ્લા પંચાયતના આ નિર્ણાયક પગલાને જિલ્લા નાગરિકો તરફથી પ્રશંસા મળી રહી છે. જિલ્લા પંચાયત રાજકોટ પર્યાવરણ પ્રતિબદ્ધતા સાથે આગામી સમયમાં પણ આવા લોક કલ્યાણકારી પ્રોજેક્ટો અમલમાં મૂકશે
(3:27 PM IST)










