<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

૨૦ કરોડની છેતરપીંડીના સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ આરોપીના ડી ફોલ્‍ટ બેઈલ મંજૂર

ગાંધીનગરની નિવળત્ત મહિલા ડોક્‍ટરને ડીજીટલ એરેસ્‍ટ કરી

રાજકોટ, તા.૮: ગાંધીનગરના નિવળત મહિલા ડૉકટરને ડીજીટલ અરેસ્‍ટ કરી રૂ.૨૦ કરોડની રકમની છેતરપીંડી કર્યાના સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલા એક આરોપી વિરુદ્ધ કોર્ટમાં સમય મર્યાદામાં ચાર્જશીટ રજુ ન થતાં કોર્ટે આરોપીના ડિફોલ્‍ટ બેઈલથી જામીન પર મુક્‍ત કરવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ ગાંધીનગર ખાતે રહેતા અને મેટરનીટી હોસ્‍પીટલમાં  ગાયનેકોલોજી તરીકે ફરજ બજાવી નિવળત થયેલા મહિલા ડૉ.મુનીરાકુમારી શરદચંદ્ર વ્‍યાસને સાયબર માફીયાઓએ દ્રારા તા. ૧૫/૦૩/૨૦૨૫ ના રોજ ફોન કરી ડીપાર્ટમેન્‍ટ ઓફ ટેલીકોમ્‍યુનિકેશનમાં ફરજ બજાવતા હોય અને તેઓએ પોતાના એમ્‍પલોય નંબર આપી તેઓના સીમકાર્ડ પરથી અપમાનજનક મેસેજ પબ્‍લીશ થતા હોય તેવી વાત કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવતા ફરીયાદીએ પોતે કોઈ જ મેસેજ કરેલ નથી તેવું જણાવેલ ત્‍યારબાદ ફરીયાદીના મોબાઈલ નંબરમાં મુંબઈ ખાતેથી પોલીસ સબ-ઇન્‍સ્‍પેકટરના નામે ફોન આવેલ અને તમારા પર ફેમા એકટ તથા મની લોન્‍ડ્રીગ એકટ હેઠળ ફરીયાદ નોંધાયેલ છે અને તમારા બેંક એકાઉન્‍ટમાંથી કરોડો રૂપિયાના વ્‍યવહારો થયેલ છે તેવું જણાવી ફરીયાદીને ડીજીટલ અરેસ્‍ટ કરી ફેમા એકટ તેમજ મની લોન્‍ડ્રીગ એકટ ભારત સરકારના લેટરો ફરીયાદીના મોબાઈલમાં મોકલી જો તમારે આમાથી બચવું હોય તો પબ્‍લીક પ્રોસીકયુરટ તમારી મદદ કરશે જેથી ફરીયાદીને ફોનમાં દીપક સૈની નામની વ્‍યકિતનો પોતે આ કેસમાં તમને છોડાવી આપશે તેવું જણાવી ફરીયાદીની તમામ મિલ્‍કતની વિગતો આપવા જણાવેલ જેથી ફરીયાદીએ પોતાની તમામ મિલ્‍કતો રોકડ, સોનું-ચાંદી, બેંક એફ.ડી. વિગેરેની માહીતી આપેલ ત્‍યારબાદ ફરીયાદીને આ તમામ રકમ ક્રોસ વેરીફીકેશન માટે પોતે કહે તે બેંકના ખાતામાં જમા કરવા જણાવેલ જેથી ફરીયાદીએ ડીજીટલ અરેસ્‍ટના ભયમાં જુદા-જુદા ૪૦-એકાઉન્‍ટમાં રૂ.૨૦ કરોડ જેટલી માતબર રકમ જમા કરાવેલ ત્‍યારબાદ ફરીયાદીને પોતે છેતરાયાનો અહેસાસ થતા સી.આઈ.ડી. સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી હતી. જે ગુનામ આરોપી નાજ ઈબ્રાહીમભાઈ સુમરાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. સમય મર્યાદામાં કોર્ટ સમક્ષ આરોપી વિરૂધ્‍ધ ચાર્જશીટ રજુ ન થતા આરોપીએ પોતાના એડવોકેટ મારફત ડિફોલ્‍ટ બેઈલ પર જામીન મુકત થવા માટે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજી ચાલવા પર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ ધ્‍યાને લઇ ગાંધીનગર જે.એમ.એફ.સી. કોર્ટના જજ  ડી.આ૨. જગુવાલાએ આરોપી નાજ સુમરાને ડીફોલ્‍ટ બેઈલ પર જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્‍યો છે.

 આ કામમા આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, પાર્થ ચૌહાણ, અનીલ રાઠોડ, યોગેશ એ.જાદવ, મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા અને ગૌરવ જરીયા રોકાયા હતા.

(3:29 PM IST)