<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

કેજરીવાલ રાજકોટમાં : ખેડૂત કાર્યક્રમમાં હાજરી : અત્‍યાચારો સામે અવાજ ઉઠાવવા ધ્રુજારી

રાજકોટ : દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અને આમ આદમી પાટી રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે રાજકોટમાં ખેડૂત કાર્યક્રમમાં હાજરી આપી હતી. હડદડના ખેડૂતો પર થયેલ અત્‍યાચારને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢી ભાજપ સરકાર ઉપર આકરાર પ્રહારો કર્યા હતા, દારૂ અને ડ્રગ્‍સના ડીલરોને પકડવાને બદલે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરવા ચેતવણી ઉચ્‍ચારી હતી. બે વર્ષમાં ગુજરાતમાંથી ભાજપ સરકારને ઉખેડી ફેકવાનો ધ્રુજારો તેઓએ વ્‍યકત કર્યો હતો. તેઓએ ખેડૂતોને ચેતવતા જણાવ્‍યું કે તેઓ ભાજપને મત આપીને ભુલ કરી રહ્યા છે. આ ભૂલ હવે સુધારી લેજો. જો ‘‘આપ'' ને સરકાર બનશે તો ખેડૂતોને જેલમાં નાખનાર મંત્રીઓને જ જેલમાં મોકલી દેવાશે તેવું આશ્વાશન તેમણે આપ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(3:42 PM IST)