તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
હૃદય બેસી જતાં કોઠારીયા શિવધામ સોસાયટીના કમલેશભાઇ ભટ્ટીનું મોત
રણુજા મંદિર પાસે કનૈયા ચોકના ૨૭ વર્ષના મનોજ ચોૈધરીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૯: શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટી-૧માં રહેતાં કમલેશભાઇ જેન્તીભાઇ ભટ્ટી (ઉ.વ.૫૫) રાતે અગીયારેક વાગ્યે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર કમલેશભાઇ ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે કારખાનામાં કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કનૈયા ચોકના મનોજભાઇ બીપીનભાઇ ચોૈધરી (ઉ.વ.૨૭) નામના યુવાનને તે રાતે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી
(12:31 PM IST)










