News of Tuesday, 9th December 2025
સોની મહિલા અને તેના પિતાની હત્યા માટે સોપારીની ધમકી આપનાર એડવોકેટ સહિત ૯ સામે ગુનોઃ ક્રાઇમબ્રાંચે હાથધરી તપાસ
એડવોકેટ સંજય પંડીત સહિતના લોકો સામે ફરિયાદી પુજાબેન આડેસરાએ અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચવા અને બાકી નાણા ભૂલી જવા ધમકી અપાતી હતી

રાજકોટ તા.૯: ભકિતનગર સોસાયટીમાં રહેતા અને ડીજીટલ માર્કેટીંગનો વ્યવસાય કરતા પુજાબેન ભરતભાઇ આડેસરાએ વકીલ સંજય પંડીત સહિતની ટોળકી સામે પોતાનું અને પિતાનું ખુન કરાવી નાખવાની સોપારી આપવાની ધમકી આપ્યા અંગે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે મહિલાની ફરિયાદ પરથી એડવોકેટ સંજય પંડીત (રહે.શાંતીનગર, નાગેશ્વર મંદિર પાસે), પરાપીપળીયામાં મામાસાહેબનું મંદિર ચલાવતા નરેશ અમરશીભાઈ સોલંકી તેના પત્ની દીનાબેન (રહે.બંને એકતા સોસાયટી), ચંદ્રકાંત અમળતલાલ વાઘેલા, તેના પત્ની સંધ્યાબેન ઉર્ફે અકુબેન (રહે.બંને નવી કલેક્ટર ઓફીસ પાછળ, નીત્યાનંદ એપાટર્મેન્ટ), સરોજબેન ખોડીલાલ પરમાર અને તેના પતિ ખોડીલાલ પરમાર, પ્રવીણ રાઘવભાઈ ઝાલા અને જામનગરના મૃત્યુ પામેલા કુખ્યાત ભવાન સોઢાના પુત્ર પંકજ ભવાનભાઈ સોઢા(રહે. બધા જામનગર) સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું કે, પુજાબેને અગાઉ આરોપી એડવોકેટ સંજય પંડીત વિરુધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી નરેશ અને તેના પત્ની દિનાબેન બંને મુખ્ય સાહેદો હતા. જે બંને પાસે પુજાબેન રૂપિયા માંગતા હતા. જે રકમ જતી કરવા માટે આરોપીઓએ તેને કહ્યું હતું અને રૂપિયા જતાં ન કરે તો ખોટી જુબાની આપવાનું કહીં બ્લેકમેઈલ કરતાં હતા. સંજય પંડિત સાથે ભળી જઈ દંપતિએ
એટલું જ નહીં આ ત્રણેય ઉપરાંત આરોપી નરેશના ચંદ્રકાંત, ચંદ્રકાંતના બનેવી પત્ની સંધ્યાબેન, નરેશના બહેન સરોજબેન પરમાર, નરેશના બીજા બનેવી ખોડીલાલ પરમારના માધ્યમથી અન્ય બંને આરોપી -પ્રવીણ ઝાલા અને પંકજ સોઢા સાથે મળી કાવતરુ રચી ગેરકાયદે નાણાં કઢાવવાં માટે પુજાબેન અને તેનાં પિતાનું ખૂન કરાવી નાખવાનો હવાલો આપી ભયનો માહોલ સર્જયો હતો. તેમજ પુજાબેને ગાંધીગ્રામ પોલીસમાં કરેલી ફરિયાદ પરત ખેંચી લેવા ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
(2:19 PM IST)










