<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

રૈયા સર્કલ બ્રીજ નીચે આયસર પાસેથી દૂર જવાનું કહેવા જતા ખોડાભાઇ મીર પર હુમલો

યુવાનની ગાંધીગ્રામ પોલીસ મથકમાં કમલ કિશોર પુરણચંદ વિરૂધ્‍ધ ફરીયાદ

રાજકોટ, તા. ૯ : રૈયા ચોકડી નજીક બ્રીજ નીચે વાહન પાર્કિંગ વાળી જગ્‍યામાં આયસર પાસેથી દૂર જવાનું કહેવા ગયેલા યુવાનને એક શખ્‍સે ઝઘડો કરી લાકડી વડે મારમારતા યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. રમાં રહેતા સુરેશભાઇ રાણાભાઇ મીર (ઉ.વ.૪પ) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કમલ કિશોર પુરણચંદ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવી છે. સુરેશભાઇએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે, તે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તે રીક્ષા લઇને કોટક સ્‍કુલના વિદ્યાર્થીઓને મુકવા માટે નહેરૂનગર જતો હતો ત્‍યારે રૈયા રોડ આઝાદ ચોક પાસે પહોંચતા મોબાઇલમાં તેના સાળા નિલેશ સોહલાનો ફોન આવતા તેને કહ્યું કે તમારા   નાનભાઇ ખોડાભાઇને રૈયા ચોકડી બ્રીજ નીચે માથાકુટ થઇ છે અને અમે તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં લઇ જઇએ છીએ. તેમ વાત કરતા ફરીયાદી સુરેશભાઇ તુરત જ સિવિલ હોસ્‍પિટલે દોડી ગયા હતા.

ે તેના કૌટુંબીકભાઇ રઘુભાઇ મીરને બનાવ બાબતે પુછતા તેણે કહ્યું હતું કે હું તથા ખોડાભાઇ બંને રૈયા ચોકડી બ્રીજ નીચે ઉભા હતા ત્‍યારે ત્‍યાં ખોડાભાઇનું આઇસર પાર્ક કર્યુ હતું. તે આઇસરની બાજુમાં કોઇ અજાણ્‍યો શખ્‍સો ઉભા હોવાથી તેઓને અહીંથી જતા રહેવાનું કહેતા તેમાંથી એક અજાણ્‍યો લાંબાવાળવાળા શખ્‍સે ખોડાભાઇ સાથે બોલાચાલી કરી હતી બાદ બધા ત્‍યાંથી જતા રહ્યા હતા. બાદ સાંજે બંને વચ્‍છરાજ હોટલે ચી-પીને પરત આવતા હતા ત્‍યારે રૈયા ચોકડી બીજ નીચે પહોંચતા તે લાંબા વાળા વાળો શખ્‍સ આવીને ખોડાભાઇ ઉપર લાકડીથી હુમલો કરતા તેને માથા તથા શરીરે ઇજા કરી નાસી ગયો હતો.

બાદ ખોડાભાઇ રાણાભાઇ મીર (ઉ.વ.૪૦) ને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે સુરેશભાઇને ફરીયાદ પરથી કમલકિશોર પુરણચંદ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી એએસઆઇ જે.વી. ગોહીલે તપાસ હાથ ધરી છે.

 

(2:39 PM IST)