<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

સરદારબાગ સરકીટ હાઉસ પાસેથી રૂા.૧.૩૬ લાખના દારૂ ભરેલી કાર કબ્‍જે

પીસીબીના એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ અને કોન્‍સ દેવરાજભાઇ કળોતરાની બાતમીઃ દારૂ તથા કાર મળી રૂા. ૪.૩૬ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા.૯: શહેરના સરદારબાગ નજીક સરકીટ હાઉસની સામે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૧.૩૬ લાખના વિદેશી દારૂ ભરેલી વરર્ના કાર કબ્‍જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.

મળતી વિગત મુજબ સરદારબાગ નજીક સરકીટહાઉસની સામે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલી કાર ઉભી હોવાની પીસીબીના એ.એસ.આઇ. સંતોષાભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ અને કોન્‍સ દેવરાજભાઇ કળોતરાને બાતમી મળતા પીએસઆઇ પી.બી. ત્રાજીયા સહિતના  સ્‍ટાફે દરોડો પાડી સરકીટહાઉસની સામેની શેરી રેડીયો સ્‍ટેશન વાળારોડ પર દરોડો પાડી રૂા. ૧,૩૬,૬૦૪ની કિંમતની વિદેશી દારૂની ૫૦૧બોટલ ભરેલી વરનાકાર કબ્‍જે કરી હતી. પોલીસે દારૂનો જથ્‍થો તથા કારમળી રૂા. ૪,૩૬,૬૦૪નો મુદ્‌ામાલ કબ્‍જે કરી બુટલેગર આશીફ મીનીવાડીયાની શોધખોળ હાથધરી છે. આ કામગીરી ઇન્‍ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા તથા એમ.જે. હુણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડ. કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોૈસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી. 

(2:42 PM IST)