તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 9th December 2025
હૃદયની મુખ્ય મહાધમની ફાટી જવાની અતિજટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડતા સિનર્જી હોસ્પીટલના ડો. માધવ ઉપાધ્યાય - ડો. દિવ્યેશ રાઠોડ
સૌરાષ્ટ્રની સિનર્જી હોસ્પિટલમાં એક મહિનામાં ૩ સફળ સર્જરી : સિનર્જી હોસ્પીટલમાં કાર્ડીયોલોજીસ્ટ, કાર્ડીયાક સર્જન, ક્રીટીકલ કેરના નિષ્ણાંત : તબીબોની ટીમ : આધુનીક સુવિધા ઉપલબ્ધઃ પત્રકાર પરિષદમાં માહિતી આપતા ડો. માધવ ઉપાધ્યાય, ડો. દિવ્યેશ રાઠોડ અને હસુભાઇ ખેતાણી

રાજકોટ, તા. ૯ : સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતુ રાજકોટ શહેર ચારેય દિશાએ વિકસી રહ્યું છે. શૈક્ષણિક-ઔદ્યોગિક તેમજ વેપારી પ્રતિષ્ઠા વિશ્વ ફલક પર ચમકે છે ત્યારે મેડીકલ ક્ષેત્રે પણ રાજકોટના નિષ્ણાંત તબીબો હવે ઘર આંગણે જટીલ રોગોની સારવાર ઉપલબ્ધ બની છે.
સૌરાષ્ટ્રભરમાં ૮ થી વધુ હૃદયરોગ નિષ્ણાંત અનુભવી તબીબોની વિશાળ ટીમ રાજકોટની સિનર્જી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં છે. હૃદયરોગની જટીલ સર્જરી એસોર્ટીક ડીસેકશન હૃદયની ધમનીની દિવાલની અંદર ફાટ પડવી અતિ કપરી સારવાર સિનર્જી હોસ્પટલમાં હવે સફળ થઇ રહી છે. સિનર્જી હોસ્પિટલના જાણીતા કાડયાર્ક સર્જન ડો. માધવ ઉપાધ્યાય અને ડો. દિવ્યેશ રાઠોડની ટીમે ટુંકાગાળામાં અનેક એઓર્ટીક ડીસેકશનની જટીલ સર્જરી કરી છે.
સિનર્જી હોસ્પીટલ ખાતે એઓર્ટીક ડીલેકશનની જટીલ સર્જરી સફળતાપૂર્વક કરનાર ડો. માધવ ઉપાધ્યાય, ડો. દિવ્યેશ રાઠોડની ટીમ દર્દીને સાથે રાખીને જનજાગૃતિ અર્થે એક પત્રકાર પરીષદમાં એઓર્ટીક ડીસેકશન વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
નવી દિલ્હી એઇમ્સ અને કેનેડામાં તબીબી શિક્ષણ મેળવનાર કર્ડીયોથોરાસીક ઓડ વાસ્કયુલર સર્જન, હાર્ટ પ્લાન્ટમાંથી ડો. માધવ ઉપાધ્યાયે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે એઓર્ટા ઍટલે કે મહાધમની કે જે હદય માંથી પૂરા શરીરને શુદ્ધ લોહી પૂરું પાડતી ધમની એઓર્ટીક ડીસેકશન એ આ મહાધમનીમાં થતો અતિ ગંભીર પ્રકાર નો રોગ છે, કે જેમાં આ હદયની નસ ની દીવાલ વચ્ચેથી ફાટી જાય છે, આ ફાટ કઈ જગ્યાએ થી ચાલુ થાય છે એ મુજબ અને Type-A Àõ Type-B માં વિભાજિત કરવામાં આવે છે. આમાંનો Type-A પ્રકાર છે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે જો તેની સમયસર સર્જરી કરવામાં ન આવે. વિવિધ ડેટા કહે છે કે જેને આ પ્રકારે નસમાં ફાટ પડે તો તેમાંથી ૨૫% દર્દીઓ સ્થળ પર કે હોસ્પિટલ પર સારવાર પહેલા જ મળત્યુ પામે છે. બાકીના દર્દીઓમાં પણ બીજા ૨૫% દર્દીઓ પહેલા ૨૪ કલાકમાં મળત્યુ થવાની શકયતા હોય છે અને દર એક કલાકે મળત્યદરમાં ૧% નો વધારો થાય છે આમ આ રોગનું સમયસર નિદાન અને સારવાર અત્યંત જરૂરી બને છે.
ડો.માધવ ઉપાધ્યાયે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, મહાધમની નું ફાટવા માટેના મુખ્યત્વે કારણો ગણો તો હાયપર ટેન્શન(ઉચ્ચ રક્તચાપ), હદય ની મહાધમની ની મોરલી (અન્યુરિસમ), હદય ના એઓર્ટીક વાલ્વની તકલીફ, સ્ટ્રેસ વગેરે પરિબળો જવાબદાર છે.આ ઉપરાંત હાલ માં જે વર્ક રીલેટેડ સ્ટ્રેસ કે જે બ્લડ પ્રેંસરની તકલીફ કરી શકે, એ બધા પરિબળો પણ જવાબદાર થાય છે. આ એઓર્ટીક ડીસેકશન ની પરિસ્થિતિમાં જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મળત્યુ થવાનું જોખમ રહે છે આ માટે તેને લગતા લક્ષણો જાણ થાય તો એ બાબતે તાત્કાલિક નજીકમાં નિષ્ણાંત તબીબ પાસે કન્સલ્ટ કરી જરૂરી રિપોર્ટ કરાવી અને નિદાન કન્ફોર્મ કરવું અને તે મુજબ ની યોગ્ય સારવાર કરાવવી જોઇએ.
કાર્ડીયોથોરાસીક અને વાસ્યુલરસર્જન ડો. દિવ્યેશ રાઠોડે પત્રકાર પરીષદમાં જણાવ્યું કે આ રોગમાં મુખ્યત્વે છાતીમાં અતિ તીવ્ર દુખાવો, બરડા માં થતો દુખાવો કે પેરેલીસીસ (પક્ષઘાત)ની અસર, સખત પેટનો દુઃ ખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જે જણાતા તાત્કાલિક ડોક્ટરની સલાહ અને તપાસ અત્યંત જરૂરી બને છે, આ રોગના ચોક્કસ નિદાન માટે સીટી સ્કેન એન્જીઓગ્રાફી અત્યંત જરૂરી બને છે જે આ એઓર્ટીક ડીસેકશન કયાંથી શરૂ થાય છે તેમજ કયાં સુધી ફેલાયેલ છે ઉપરાંત દરેક અવયવની લોહીની નસ કેવી રીતે નિકળે છે તે વિષેની ચોક્કસ માહિતી આપે છે. જે ઉપર થી એઓર્ટીક સ્પેશિયાલિસ્ટ આગળની સારવાર પ્લાન કરે છે આમાં જો Type-A પ્રકારનું ડીસેકસન હોય તો Emergency Surgery જ એનો ચોક્કસ ઉપાય હોય છે.
આ પ્રકારનાં રોગોના નિદાન અને સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે નિષ્ણાંત ડોક્ટર્સ ની ટીમ ૨૪×૭ હાજર છે.
ડો. માધવ ઉપાધ્યાય- ડો. દિવ્યેશ રાઠોડે પત્રકાર પરીષદમાં જણાવ્યું છે કે ફક્ત છેલ્લા એક મહિનામાં જ સિનર્જી હોસ્પિટલ ખાતે આ પ્રકારનાં પાંચ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ ની સફળ સર્જરી કરવામાં આવેલ છે, તદ્ઉપરાંત અત્યાર સુધીમાં ત્રીસથી વધારે સફળ સર્જરી નું શ્રેય પ્રાપ્ત કરેલ છે. આ જટિલ સર્જરી જેને સફળ બનાવવા માટે સિનર્જી હોસ્પિટલ ના મુખ્ય કાર્ડીયોથોરાસીક અને વાસ્કયુલર સર્જન ડોકટર ડો. માધવ ઉપાધ્યાય, ડો. દિવ્યેશ રાઠોડ તથા કાર્ડીયાક અનેસ્થેટીક ડો ઉદ્ધવ નાયક અને ડો. અભિષેક ભુવા તેમજ અન્ય સાત કર્ડીયોલોજીસ્ટ ની ટીમ દ્વારા આ સર્જરી સફળ બનાવામાં આવેલ છે.
પત્રકાર પરીષદમાં દર્દી બીનાબેન ખેતાણીના પતિ શ્રી હસુભાઇ ખેતાણીએ જણાવ્યું હતું કે મારા પત્ની બીનાબેનના હૃદયમાં મહાધમની ફાટી ગઇ હતી. કોઇ ડોકટર ન હતા ત્યારે સિનર્જી હોસ્પીટલે ડો. માધવભાઇ ઉપાધ્યાયે અતિ જટીલ સર્જરી સફળ કરી નવજીવન આપ્યું છે. હું સિનર્જી હોસ્પીટલ સ્ટાફ અને ડો. માધવ ઉપાધ્યાયનો ઋણી છું.
સિનર્જી હોસ્પિટલ ખાતે આ પ્રકારના સ્પેશિયલ કેસ ની સારવાર માટે સંપૂર્ણ પણે પ્રશિક્ષીત ડોકટરોની ટીમ જેમાં કાર્ડીયોલોજીસ્ટ, કાર્ડીયાક સર્જન, એનેસ્થેટીક, અને ક્રીટીકલ કેર ટીમ એક જ જગ્યા એ ઉપલબ્ધ છે. તેમજ આ પ્રકારની સર્જરી માટે જરૂરી સાધનો અને ચીજ વસ્તુઓ હાજરમાં હોય છે.
તેમજ આ પ્રકાર ની સર્જરીમાં જરૂર પડે બ્લડ(લોહી) ગ્રુપ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ જેવી સુવિધાઓ પણ છે જે દર્દી ને તાત્કાલિક અને દોડાદોડી વગર મળી રહે છે. આમ આ દરેક પ્રકાર ની ઈમરજન્સીને પહોંચી વળવા માટે સિનર્જી હોસ્પિટલના ડોકટર્સ તેમજ સ્ટાફની ટીમ, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ સક્ષમ છે.

(3:03 PM IST)










