News of Wednesday, 10th December 2025
ભાજપના ધુંઆધાર યુવા નેતા અને કોર્પોરેટર ડો.નેહલ શુક્લનો આજે જન્મદિવસ

રાજકોટઃ સ્વ.ચીમનભાઇ શુક્લના પુત્ર અને ભાજપના ધુંઆધાર યુવા નેતા નેહલ શુક્લનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ ગુજરાત ભાજપ યુવા મોરચામાં પૂર્વ પ્રદેશ મહામંત્રી પદે કોલેજના ચેરમેન, પૂર્વ સિન્ડીકેટ મેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે. હાલમાં નેહલ શુક્લ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય છે. અને વોર્ડ નં.૭ના કોર્પોરેટર છે. તેઓએ પીએચડી, એમ.કોમ. અને એલએલબી સુધીનો અભ્યાસ કરેલ છે. તઓના જન્મદિને તેમના (મો.૯૯૭૪૯ ૬૮૩૧૩) ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:09 PM IST)










