તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 10th December 2025
હત્યા કર્યા બાદ રિક્ષાચાલકે કહ્યું-ઉશ્કેરાટમાં મારાથી ભુલ થઇ ગઇ, પોલીસ ઘટના સ્થળે લઇ જતાં હાથ જોડયા: જુઓ વિડિયો
ફૂટપાથ પર સુતેલા ગરીબોને હેરાન કરી રહેલા ઠક્કરબાપા હરિજનવાસના ધાર્મિકની છરી ઝીંકી હત્યા કરી'તી એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે વિસ્તૃત પુછતાછ કરી

રાજકોટઃ ભીલવાસ રોડ પર ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં ધાર્મિક પ્રકાશભાઇ મકવાણા (ઉ.વ.૧૮) નામના યુવાનની પરમ દિવસે રાતે જવાહર રોડ મોમાઇ ટી સ્ટોલ નજીક તેના જ પરિચીત પેડક રોડ બી-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક મયુર કિશોરભાઇ લઢેરે છરીનો એક જ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. પોલીસે મયુરને રાતો રાત સંકંજામાં લઇ છરી કબ્જે કરી હતી. પુછતાછમાં મયુરે કબુલ્યું હતું કે મૃતક ધાર્મિકને હું ઓળખતો હતો, રાતે તે મોમાઇ હોટેલ નજીક રોડ સાઇડમાં સુતેલા ભીક્ષુકો, ગરીબ લોકોના ગોદડા ખેંચી હેરાન કરતો હોઇ મેં તેને અટકાવતાં અને આવુ નહિ કરવા સમજાવતાં તેણે મને ગાળ દેતાં મને ગુસ્સો આવ્યો હતો અને છરી મારી દીધી હતી. મયુરે રટણ કર્યુ હતું કે-આ બધુ ઉશ્કેરાટમાં થઇ ગયું છે, મારાથી ભુલ થઇ ગઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે આરોપીની વિસ્તૃત પુછતાછ કરી હતી. ઘટના સ્થળે તેને લઇ જઇ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ વખતે પણ આરોપી મયુરે હાથ જોડી માફી માંગી હતી. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:32 PM IST)










