<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

રાજકોટ જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાનું મુખ્‍યમંત્રી નાયબ મુખ્‍યમંત્રી દ્વારા સરદારની મુર્તિની મોમેન્‍ટો આપી સન્‍માન

૧૦ વર્ષના કાર્યકાળ દરમ્‍યાન સજાના ચૂકાદાઓની હારમાળા સર્જી દીધી : અત્‍યાર સુધીમાં કુલ ૧૩૯ સજાઓ કરાવી : ગઇકાલે પણ સજા કરાવી

રાજકોટ, તા.૧૦: રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ તેમની હાલ સુધીની દશ વર્ષની ઉત્‍કળષ્ટ કામગીરી બદલ ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી દ્વારા લોખંડી પુરૂષ સરદાર પટેલના મોમેન્‍ટોથી સન્‍માન કરાતા રાજકોટના કાનુની વર્તુળોનું ગૌરવ વધ્‍યું છે.

ગઇકાલ તા. ૯/ ૧૨/ ૨૦૨૫ના રોજ આંતરાષ્‍ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવાતા આ દિવસે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ દશ વર્ષના કાર્યકાળમાં ૧૩૪ કેસોમાં મેળવેલ સજાઓ અને તેમાં પણ છેલ્લા ૨૧ માસમાં ૩૪ કેસોમાં સજાઓ કરાવ્‍યા બદલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સન્‍માનિત કરી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્‍મૃતિ સમળતિ ભેટ અર્પણ કરી હતી.

અત્રે યાદ રહે કે. ગઇ તા. ૨૩/ ૧૨/ ૨૦૧૫ના રોજ ડી.જી.પી. ( ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્મેન્‍ટ પ્‍લીડર જિલ્લા સરકારી વકીલ)નો ચાર્જ લઈ સંજયભાઈ વોરાએ પબ્‍લિક પ્રોસીકયુટર તરીકે સેંકડો જામીન અરજીઓ રદ કરાવવા ઉપરાંત ગુનેગારોનો જેલવાસ કાયમ રખાવી તેમજ બળાત્‍કાર, ખૂન, ખૂનની કોશિશ, ઉચાપત તથા નાર્કોટિક્‍સ ડ્રગ્‍સ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ વિગેરે ગુનેગારોને અંતિમ શ્વાસ સુધીના જેલવાસ, આજીવન કેદ, દશ વર્ષની કેદની, સાત વર્ષની કેદની વિગેરે ૧૨૪ સજાઓ કરાવી અનેક ગુનેગારોને જેલભેગા કરી ન્‍યાયિક ઈતિહાસમાં એક રેકર્ડ સ્‍થાપિત કરેલ છે.

તેમજ જોગાનુજોગ ગઈ કાલ તા. ૯/ ૧૨/ ૨૦૨૫ના રોજ રાજકોટ પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રિકટ જજે ડિપોઝીટરોના  કરોડો રૂપિયાની  ઉચાપતના પાંચ કેસોમાં એપીપી કમલેશ ડોડીયાને સહયોગ આપીને આરોપી પલક પ્રફુલભાઈ કોઠારીને દરેક કેસમાં પાંચ-પાંચ વર્ષની કેદની સજાઓ ફરમાવી આરોપીને જેલનિવાસનો હુકમ કરેલ છે. જે ગણવામાં આવતા ડીજીપી એસ.કે વોરા દ્વારા સજાનો આંક ૧૩૯ થયો છે.

એસ કે.વોરા

જીલ્લા સરકારી વકીલ

(2:22 PM IST)