<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

સેટેલાઇટ ચોકના દીપકભાઇ વસોયાનું હૃદય બેસી જતાં મોતઃ બે બહેનના એક જ ભાઇ હતાં

બીજા બનાવમાં વેલનાથપરાના ભીખુભાઇ કોમોચાનું પણ હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુઃ બંને પરિવારોમાં શોકની કાલીમા

 

રાજકોટ તા. ૧૦: હૃદય રોગના હુમલાથી વધુબે લોકોના મૃત્‍યુ થયા છે. મોરબી રોડ સેટેલાઇટ ચોક મેઇન રોડ પર પ્રમુખ દર્શન એપાર્ટમેન્‍ટમાં રહેતાં દીપકકુમાર રવજીભાઇ વસોયા (ઉ.વ.૫૭) સવારે સાડા પાંચેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર દીપકકુમાર અગાઉ પાનની દુકાન ચલાવતાં હતાં અને હાલ નિવૃત જીવન જીવતા હતાં. તે બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં. સંતાનમાં એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં મોરબી રોડ વેલનાથપરા-૨૦માં રહેતાં ભીખુભાઇ જાદવભાઇ કોમોચા (ઉ.વ.૫૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે ચા ભાઇમાં બીજા હતાં. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. પોતે ડ્રાઇવીંગ કરવા સાથે સિક્‍યુરીટી ગાર્ડનું કામ પણ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. બંને બનાવમાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ, રવિભાઇ, શક્‍તિસિંહે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(2:24 PM IST)