તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
બાબા રામદેવ ટ્રસ્ટ દ્વારા શનિધામ આશ્રમ ખાતે ફેબ્રુઆરીમાં સર્વજ્ઞાતિ સમુહલગ્ન : નામ નોંધણી ચાલુ

રાજકોટ તા. ૧૦ : બાબા રામદેવ ચેરીટેબલ ટ્રસ્ટ બેડીનાકા રાજકોટ દ્વારા સતત ૧૩માં વર્ષે સર્વજ્ઞાતિ સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવા આયોજકોએ જણાવ્યુ હતુ કે આગામી તા. ૮-ર-૨૦૨૬ના રવિવારે શ્રીશનિરામધામ નવો આશ્રમ, ધમલપર રોડ, નાકરાવાડી ખાતે આયોજીત આ સમુહલગ્નમાં જરૂરીયાતમંદ પરિવારની ૨૧ દીકરીઓ પ્રભુતમાં પગલા પાડશે.
ફેબ્રુઆરીમાં યોજાનાર આ લગ્ન અવસરે સવારે ૮ વાગ્યે જાન આગમન થશે અને લગ્નવીધી ચાલશે. બપોરે ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી જમણવાર ચાલશે. જેમાં જાનૈયા માંડવીયા સહીત ભાવિક ભકતો મળી ૧૦ હજારથી વધુ લોકો પ્રસાદ ગ્રહણ કરશે.
દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને ભાગવત ગીતાજી તેમજ સેટી પલંગ, કબાટ, ખુરશી, પગના સાકળા, નાકનો દાણો સહીત નાની મોટી ૩૦ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.
સમુહલગ્ન માટે નામ નોંધણી ચાલુ છે. અત્યાર સુધીમાં ૭ જેટલા નામ નોંધાઇ ચુકયા છે. જોડાવા ઇચ્છુકોએ મહંતશ્રી માલાદાસબાપુ મો.૯૯૭૯૦ ૮૪૧૩૯ અથવા મો.૮૫૨૯૭ ૬૯૪૦૨ અથવા મો.૬૩૫૩૧ ૦૪૫૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
અહીં ઉલ્લેખનીય છે કે શ્રી બાબા રામદેવજી આશ્રમ દ્વારા કુતરાને રોટલા, પક્ષીઓને ચણ, ગરીબોને અન્નદાન, જરૂરીયાતમંદોને ટીફીન જેવી સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. તેમજ દર વર્ષે સમુહલગ્ન યોજવામાં આવે છે.તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહંતશ્રી માલાદાસબાપુ ગુરૂશ્રી પૂર્ણદાસબાપુ અને બાજુમાં મનસુખભાઇ રાઠોડ, ભજન કલાકાર નરેન્દ્રભાઇ લાબડીયા, પ્રકાશભાઇ દહીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:29 PM IST)










