તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 10th December 2025
વોર્ડ-૫ ના નવાગામ આવાસ યોજના પાછળના વિસ્તારમાં ડામર રોડ કામનું ખાતમુહુર્ત

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા-૬૮માં વોર્ડ-૫ માં નવાગામ આવાસ યોજના પાછળના વિસ્તારમાં રૂા.૮૩ લાખના ખર્ચે ડામર રોડ કામ કરવાનું ખાતમુર્હુત ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટર દિલીપ લુણાગરીયા, હાર્દીક ગોહીલ, રસીલાબેન સાકરિયા, વોર્ડ પ્રમુખ પરેશ લીંબાશીયા, મહામંત્રી જીલુભાઈ સુસરા, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. આ તકે કાર્યક્રમના પ્રારંભે વિસ્તારની બાળાઓ દ્વારા ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનોને કુમકુમ તિલક કરેલ. તેમજ સ્થાનીક અગ્રણીઓ દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડે જણાવેલ કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનહિતકારી યોજનાઓના લાભથી જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. દેશ, રાજયના સર્વાગિ વિકાસને નવી દિશા મળી રહી છે. લોકોની પ્રાથમિક સુવિધાને લગતા વિવિધ વિકાસ કાર્યો થકી ભારતીય જનતા પાર્ટીનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ'નો સંદેશ વધુ મજબૂત બને છે. ત્યારે નવાગામ વિસ્તારમાં ડામર રોડ કામથી આ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા સરળ બનશે. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનાએ આ વિસ્તારમાં આવેલ માનસિક નિરાધાર વ્યકિતઓ માટેની સંસ્થા ખાતે મુલાકાત લઈ સંસ્થામાં રહેતા લાભાર્થીઓ, સંચાલકો તથા સેવાભાવી કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કરી સંસ્થાના તમામ સેવાભાવી કાર્યકરોને અભિનંદન પાઠવાયા હતા. આ ખાતમુર્હુત પ્રસંગે વોર્ડ-પમાં બાબુભાઈ માટીયા, ખોડુભાઈ સેગલીયા, જગદીશભાઈ પીઠવા, રમેશભાઈ તેણીયા, મુકેશ કાકડીયા, કલ્પનાબેન કિયાડા, અશોક ચાવડા, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સહિત સ્થાનીક આગેવાનો બી. કે. પટેલ, માનસિક નિરાધાર વ્યક્તિઓ માટેની સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા અને લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(2:44 PM IST)










