<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

મવડી વિસ્‍તારની લક્ષ્મણરાવ ઇમાનદાર ટાઉનશીપ વાસીઓને પાણીના ધાંધિયામાંથી મળશે મુકિત

સાંસદ રામભાઇ મોકરીયાની ગ્રાન્‍ટમાંથી પાણીના બોરના કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટ,તા. ૧૦ :વોર્ડ નં.૧૨માં  લક્ષ્મણ રાવ ઈમાનદાર વકીલ સાહેબ ટાઉનશીપમાં સાંસદ  રામભાઈ મોકરીયા(રાજ્‍યસભા)ની ગ્રાન્‍ટમાંથી સોસાયટીમાં પાણીના બોર કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાના હસ્‍તે કરવામાં આવ્‍યુ.  વોર્ડ નં.૧૨માં આજ તા.૧૦/૧૨/૨૦૨૫, બુધવારના રોજ  લક્ષ્મણ રાવ ઈમાનદાર વકીલ સાહેબ ટાઉનશીપમાં આદરણીય સાંસદ  રામભાઈ મોકરીયા(રાજ્‍યસભા)ની ગ્રાન્‍ટમાંથી સોસાયટીમાં પાણીના બોર કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાના વરદ્દહસ્‍તે કરવામાં આવ્‍યુ.    

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી  ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર  ડૉ. પ્રદીપભાઈ ડવ, ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ રાજદીપસિંહ જાડેજા, વોર્ડ નં.-૧૨ પ્રભારી  નરસિંહભાઈ કાકડીયા, કોર્પોરેટર  મગનભાઈ સોરઠીયા, કોર્પોરેટર  મિતલબેન લાઠીયા, વોર્ડ નં.-૧૨ મહામંત્રી  ધીરજભાઈ મુંગરા, ભાજપ અગ્રણી  મનહરભાઈ બાબરીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય  મનસુખભાઈ વેકરીયા, પૂર્વ પ્રમુખ વોર્ડ નં.-૧૨  યોગેન્‍દ્ર સિંહ જાડેજા, મહિલા મોરચા મહામંત્રી  કિરણબેન હરસોડા, પૂર્વ પ્રમુખ વોર્ડ નં.-૧૨  યોગરાજસિંહ જાડેજા, વોર્ડ નં.-૧૨  ચેતનભાઇ હિરપરા, વોર્ડ નં.-૧૨  પરસોત્તમભાઈ રાઠોડ, બક્ષીપંચ મોરચા વોર્ડ નં.-૧૨ પ્રભારી  મહિપતભાઈ હુંબલ, પૂર્વ સરપંચ  દશરથસિંહ જાડેજા, વોર્ડ નં.-૧૨ મહિલા મોરચા મહામંત્રી  અલ્‍પાબેન જાદવ, બક્ષીપંચ મોરચા વોર્ડ નં.-૧૨  વિરલભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી રામભાઈ રામાનુજ, પ્રદેશ સંગઠન મંત્રી  અશ્વિનભાઈ પ્રજાપતિ, ઓઝસ ઓરા બિલ્‍ડર  મનીષભાઈ મહેતા, ઓઝસ ઓરા પ્રમુખ  પિન્‍ટુભાઈ દેસાઈ, વ્રજવીલા સોસાયટી પ્રમુખ  ગૌતમભાઈ ગોસ્‍વામી, રંગ મહેલ પ્રમુખ  રોનકભાઈ પટેલ,  લક્ષ્મણરાવ ઈનામદાર વકીલ  ટાઉનશિપ પ્રમુખ  ચેતનભાઈ લાઠીયા, તથા સોસાયટી ઉપપ્રમુખ  રવિભાઈ જોશી, તથા સોસાયટી કમિટી સભ્‍યો રાજેશગીરી અપારનાથી, યશપાલસિંહ જાડેજા, પરેશભાઈ અગ્રાવત, રાજેન્‍દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ ચાવડા ઉપસ્‍થિત રહેલ.      

(3:20 PM IST)