તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
ઘંટેશ્વર ટી.પી. ૪૬નો મુસદો જાહેર
વિવિધ રેવન્યુ સર્વે નંબરનો સમાવેશઃ ઇરાદા સામે વાંધા-સૂચન હોય તો તા. પ જાન્યુઆરી સુધીમાં મોકલો

ઘંટેશ્વર ગામમાં વિવિધ સુવિધા આપોઃ રજૂઆત
રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧ માં આવેલ ઘંટેશ્વર ગામના રહેવાસીઓએ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ને પત્ર પાઠવી રહેણાંક માટેના મફતપ્લોટ આપવા સરકારી સહાયક યોજના, વાડા આપેલ નથી કે વાડા રજીસ્ટારમાં નામ ચડાવેલ નથી, પ્રાથમિક જરૂરીયાત જેવી કે ગટર પાણી, દવા છંટકાવ સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ, તા., ૧૦ : ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તા. ૨૦/૦૫/૨૦૨૫નાં ઠરાવનં.૦૭ થી મુસદ્દારૂપ નગરરચના યોજનાનં. ૪૬(ઘંટેશ્વર) તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરેલ છે. આયોજનામાં નીચે પ્રમાણેના રેવન્યુ સર્વે નંબરતથા તેના પેટાભાગોના વિસ્તારોનો સમાવેશ થાય છે. તેની સામે સંબંધીતોના વાંધા-સુચનો મંગાવાયા છે.
ગામ ઘંટેશ્વરનાં રેવન્યુ સર્વે નં. ૧, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦. ૫૧, ૫૨. ૫૩, ૫૪, ૫૫, ૭, ૫૭, ૫૮, ૫૯, ૫૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૭૯, તથા સરકારી ખરાબાના રે.સ.નં. ૧૫૦/પૈકીની જમીન
આથી નિયમો-૧૯૭૯નો નિયમનં.૧૭ની જોગવાઈ હેઠળ ઉપરોકત યોજનાનં.૪૬ (ઘંટેશ્વર)ની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને જમીન માલીકોની સભા તા.૦૫/૧૨/૨૦૨૫ ને શુક્રવારનાં રોજ બોલાવવામાં આવેલ હતી. જેમાં જમીન માલીકો તથા હિત સંબંધ ધરાવનાર આસામીઓને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તળત સમજુતી આપવામાં આવેલ શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૨ પેટા કલમ (૧) (૨) તથા નિયમો-૧૯૭૯ ના નિયમ-૧૮ની જોગવાઈઓ હેઠળ યોજનાનો મુસદ્દો ઘડીને યોજનાની જોગવાઈઓને પારપાડવા માટેના વિનિયમોનો મુસદ્દો એકસ્ટ્રા ઓર્ડીનરી રાજયપત્ર નં.૮૨૭૭વોલ્યુમ LXVI પેજ નં.ર તા.૦૬/૧૨/૨૦૨૫ થી પ્રસિધ્ધ થયેલ છે. જે મુજબ તા.૦૬/૧૨/૨૦૨૫ થી તા.૦૫/૦૧/૨૦૨૬ (એકમાસ) સુધીમાં આ યોજના હેઠળ અસર પામેલ કોઈ વ્યકિત કે હિત સંબંધ ધરાવતી વ્યકિત આવી યોજના અંગેના કોઈ વાંધા સુચનો રાજકોટ મહાનગરપાલિકાને લખી જણાવશે તો મહાનગરપાલિકા અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૭ની જોગવાઈ હેઠળ યોજનામાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેશે.
મુસદ્દારૂપ નગરરચના યોજના રાજકોટનં. ૪૬(ઘંટેશ્વર)નો મુસદ્દો, વિનિયમો, નકશા વિગેરે રાજકોટ મહાનગરપાલિકા, ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મધ્યસ્ય ટી.પી.શાખા, ત્રીજો માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે આવેલ કચેરીમાં રજા સિવાયના દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન જોવા મળી શકશે તથા તે અંગે યોગ્ય સમજુતી આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ઉપરોકત વિગતે કલમ-૪૨ હેઠળ રાજયપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીખથી ત્રણ માસની અંદર અધિનિયમની કલમ-૪૮ની જોગવાઈઓ હેઠળ મંજુરી અર્થે સરકારશ્રીને સાદર કરવામાં આવશે. જેની સર્વે લાગતા વળગતાએ નોંધ લેવી.
(3:24 PM IST)










