<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

મને સલાહ ન દેતી કહી જીનલબેનને ભાગીદાર મોલિકે બેફામ માર માર્યોઃ વિડીયો વાયરલ થયો

પેકેજીંગ પ્રોડક્‍ટનો ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો પછી ભાગીદાર ધંધામાં ધ્‍યાન દેતો નહોતો : ગાંધીગ્રામ પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરીઃ ૧૫૦ રીંગ રોડ ધ સ્‍પાયરમાં આવેલી ઓફિસમાં બનાવ

રાજકોટ તા. ૧૧: દોઢો ફુટ રીંગ રોડ પર ઓફિસ રાખી પેકેજીંગ પ્રોડક્‍ટનો ધંધો કરતાં મહિલાએ પોતાના ભાગીદારને ધંધામાં ધ્‍યાન આપવાનું કહેતાં તણે ગળુ પકડી વાળ પકડી ઢીકાપાટુનો માર મારતાં અને પ્‍લાસ્‍ટીકના નાના પાઇપથી પણ ફટકારી હવે પછી મને સલાહ ન દેતી નહિતર મારી નાંખીશ તેવી ધમકી આપતાં આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે  કાલાવડ રોડ મોટા મવામાં રહેતાં જીનલબેનની ફરિયાદ પરથી તેના ધંધાકીય ભાગીદાર આકાશવાણી ચોકમાં રહેતાં મોૈલિક પ્રફુલભાઇ નાદપરા વિરૂધ્‍ધ ગુનો નોંધી તેને અટકાયતમાં લેવા તજવીજ હાથ ધરી છે. મારામારીની આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

જીનલબેન પરિવાર સાથે રહે છે અને એમબીએ સુધી અભ્‍યાસ કર્યો છે. ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે નોકરીની જરૂરીયાત હોવાથી વર્ષ૨૦૨૧ના સમયમાં ઓનલાઇન જોબ એપ્‍લીકેશન મારફતે મૌલીકકુમાર પ્રફુલભાઈ નાદપરા સાથે સંપર્ક થયેલો અને હું તેની સાથે ફોન ઉપર વાત થયા બાદ તેની અમારે અવાર નવાર કામ બાબતે વાતચીત થતી હતી અને ત્‍યારબાદ અમો બંનેએ ભાગીદારીમાં ઓફીસ લઈ અને ધંધો કરવાનુ નક્કી કરતાં અને મને પોતાના નામે લોન લઈ અને તેના હપ્‍તા આપણે સાથે ભરીશું તેવું કહેતા મે લોન લઈ અને વર્ષ-૨૦૨૩ના વર્ષમા ૧૫૦ ફૂટ રીંગરોડ શીતલપાર્ક ચોકમાં ધ સ્‍પાયર નામની બિલ્‍ડીંગમાં ઓફીસ નંબર ૯૧૩ લઈ અને પેકેજીંગ પ્રોડક્‍ટનો ધંધો શરૂ કર્યો હતો. ત્‍યારબાદ  મૌલીક નાદપરાએ અમારા ધંધામાં ધ્‍યાન આપવાનુ બંધ કરતા ધંધો ઓછો ચાલવા લાગતા હું તેને સમજાવતા તે મારી સાથે ઝગડો કરી બોલાચાલી કરી મને સલાહ આપતી નહી આમ કહેતો હતો.

દરમિયાન ગયા જૂન-૨૦૨૫ મહીનામાં મને ખાસ યાદ નથી તે સમયે હું મારી ઓફીસ ખાતે હતી ત્‍યારે બપોરના બારેક વાગ્‍યાના અરસામાં મોૈલિકને મે બેંકમાં આપણી લોનના હપ્‍તા ભરવાનુ ચાલું છે જેથી તું ધં ધામા ધ્‍યાન આપ આમ કહેતા આ મૌલીકે ઉશ્‍કેરાઈ અને મને ખરાબ ગાળો આપી અને મારા વાળ પકડી અને ગળુ પકડી નીચે પછાડી જેમફાવે તેમ ઢીકાપાટાનો મારમારવા લાગેલ અને તેની ઓફીસમા પડેલ પ્‍લાસ્‍ટીકનો નાનો પાઇપ લાવી મને શરીરે મારેલ અને મારા વાળ પકડી અને હવે મને કોઈ સલાહ ન આપતી બાકી જાનથી મારી નાખીશ આમ ધમકી આપે લ અને મને શરીરે કોઇ ખાસ ઇજા ન હોઇ જેથી મેં સારવાર કરાવેલ ન હતી અને આ બનાવની વાત મારી ફ્રેન્‍ડ  તથા મારી બહેન  અને ભાઇને કરી હતી અને બાદ પોલીસમાં અરજી આપી હતી. હવે મેં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં તેણીએ જણાવતાં  પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ વી. ડી. ઝાલાએ ગુનો દાખલ કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. (૧૪.૧૦)

(3:12 PM IST)