News of Thursday, 11th December 2025
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના પ્રતિનિધિ રાજેશ મહેતાની સુપુત્રીના શુભલગ્ન સંપન્ન : ડો. કૃપાલી સંગ ધ્રુવીલકુમાર

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના પ્રતિનિધિ રાજેશ વી. મહેતા (મો.૯૮૨૫૨ ૧૭૨૯૯)ની સુપુત્રી ચિ. ડો. કૃપાલીબેનના શુભલગ્ન શ્રી ધ્રુવીલકુમાર પી. પંડયા સાથે નિરધારવામાં આવ્યા હતા. આ મંગલ અવસરે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તેમજ રાજયસભાના પૂર્વ સાંસદ અભયભાઇ ભારદ્વાજના ધર્મપત્ની અલ્કાબેન ભારદ્વાજ, ભાજપના સીનીયર લીડર તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, સીનીયર એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ, દવે પરિવારમાંથી ભારતીય મજદુર સંઘના હસુભાઇ દવે, આર.એસ.એસ. પરિવારના નરેન્દ્રભાઇ દવે, ભાજપના સીનીયર લીડર અને નાગરિક બેંકના ડાયરેકટર મુરલીભાઇ દવે, રાજકોટના પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરા, રાજકોટના પૂર્વ પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવનાબેન જોષીપુરા, રાજકોટના પૂર્વ એમએલએ ઉમેશ રાજયગુરૂ વગેરેએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
(2:36 PM IST)










