<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

લેડીઝ કલબ દ્વારા ૧૯મીએ વિન્‍ટર મિલેટ કાર્નિવલ

કુકીંગ એન્‍ડ હાઉઝી વિભાગો માટે રજીસ્‍ટ્રેશન ચાલુ : વિજેતાઓને એવોર્ડથી નવાજાશે

 

 

રાજકોટ તા. ૧૧ : લેડીઝ કલબ દ્વારા તા.૧૯ ના શુક્રવારે વિન્‍ટર મિલેટ કાર્નિવલ ૨૦૨૫નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના બહેનોએ જણાવ્‍યુ હતુ કે શિયાળાની ઋતુને ધ્‍યાને લઇ આ વાનગી કાર્નિવલ તા.૧૯ ના સાંજે ૩ થી ૬ હોટલ હાર્મની (રિધમ બેન્‍કવેટ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ), શાષાી મેદાન સામે, લીમડા ચોક ખાતે યોજવામાં આવ્‍યો છે. જેમાં શિયાળુ વાનગી અને મિલેટમાંથી બનતી વાનગી એમ બે વિભાગો રાખવામાં આવ્‍યા છે.

મિલેટમાંથી બનતી સ્‍વીટ ડીશ અને નમકીન ડીશ તેમજ મિલેટ વગરની શિયાળુ વાનગીમાં પણ સ્‍વીટ ડીશ અને નમકીન ડીશ રજુ કરી શકાશે. ડીશમાં ટેસ્‍ટ, ઇનોવેશન અને પ્રેઝન્‍ટેશન ધ્‍યાને લેવાશે. બપોરે ૩ થી ૩.૧૫ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ૩.૧૫થી ૩.૩૦ પ્‍લેટીંગ માટેનો સમય રહેશે.

વિજેતાઓને એવોર્ડ અને ગીફટ તેમજ ભાગ લેનાર તમામને સ્‍યોર ગીફટ અપાશે.

રજીસ્‍ટ્રેશન માટે  કુકીંગ અને હાઉઝી (ગરમ નાસ્‍તો અને કોલ્‍ડ્રીંકસ) માટે રૂ.ર૦૦ તેમજ ઓનલી હાઉઝી (ગરમ નાસ્‍તો અને કોલ્‍ડ્રીંકસ) માટે રૂ.૧૫૦ પ્રવેશ ફી રાખેલ છે. રજીસ્‍ટ્રેશન અને વધુ માહિતી માટે આયોજક પરિતા ગણાત્રા (મો.૭૮૭૮૨ ૧૨૧૨૮) અને હોસ્‍ટ માધવી જોગિયા (મો.૯૯૭૮૬ ૫૦૮૫૪)નો સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પરિતાબેન અને માધવીબેન નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:10 PM IST)