News of Thursday, 11th December 2025
વોર્ડ નં.પની શાળા નં.૯૭માં સુવિધા વધારાશે : રૂ.૧૫.૦૪ લાખ મંજુર

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૫માં રૂ.૧૫.૦૪ લાખના ખર્ચે શાળા નં.૯૭માં ચોકીદાર રૂમ, કેમ્પસમાં બ્લોક તથા કમ્પાઉન્ડ દીવાલ ઉંચી ઉપાડવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા તથા ડૉ.હર્દિકભાઇ ગોહિલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(2:45 PM IST)










