તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Thursday, 11th December 2025
વોર્ડ નં.૧૧માં રૂ.૧૪૩.૦૭ કરોડના ખર્ચે ૧૫૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પાઈપ લાઈન નખાશે

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં કણકોટ રોડ પર ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ પાસે રૂ.૧૪૩.૦૭ કરોડના ખર્ચે ન્યારી ડેમ-૧ આધારીત ૧૫૦ MLD કેપેસીટીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું તથા પાઈપ લાઈનનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા તેમજ વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોટર વર્ક્સ સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઇ પાંભર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(2:45 PM IST)










