<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

રાજકોટ શહેરની કોર્ટમાં એસઓજી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ અને ક્‍યુઆરટીની ટીમોનું બે કલાક સઘન ચેકીંગ

પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમો દ્વારા સુરક્ષાના કારણોસર સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્‍યું

રાજકોટઃ જામનગર રોડ પર આવેલી શહેરની કોર્ટ ખાતે આજે શહેર એસઓજી, બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ, ક્‍યુઆરટી અને ડોગ સ્‍ક્‍વોડની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. તમામ ટીમોએ કોર્ટના ખુણે-ખુણામાં ઝીણવટભરી તપાસ કરી હતી. પરંતુ કંઇ શંકાસ્‍પદ મળી આવ્‍યું નહોતું. સુરક્ષાના કારણોસર એસઓજી-પોલીસ દ્વારા સમયાંતરે આ પ્રકારે સરપ્રાઇઝ ચેકીંગ થતું રહે છે તે અંતર્ગત આજે બે કલાક સુધી કોર્ટમાં ચેકીંગ કરાયું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમોએ આ ચેકીંગ કર્યુ હતું. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

(2:46 PM IST)