News of Thursday, 11th December 2025
રાજકોટમાં ઠંડીમાં વધારો : ૧ર.પ ડીગ્રી
હવે ધીમે ધીમે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થતો જશે : હવામાન ખાતુ : સઝનમાં પ્રથમ વખત પારો ૧૩ ડીગ્રી નીચે : ત્રણ-ચાર દિવસ તાપમાન હજુ ગગડશે

રાજકોટ : સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના અમુક શહેરોને બાદ કરતા લઘુતમ તાપમાન ૧ર થી ૧પ ડીગ્રી આસપાસ નોંધાય છે. હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે આજથી ત્રણ ચાર દિવસ તાપમાનમાં ઘટાડો જોવા મળશે એટલે કે ઠંડીમાં વધારો થશે. દિવસના પણ ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થવા લાગશે.
તો રાજકોટ શહેરમાં આજે સવારે લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી નોંધાયું છે. પવનની ગતિ ૮ કિ.મી. અને ભેજનું પ્રમાણ ૬૬ ટકા છે. સિઝનમાં સૌ પ્રથમ વખત તાપમાન ૧૩ ડીગ્રી નીચે ગયું છે. આગામી દિવસોમાં હજુ નોૅધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે.
હાલમાં તો વહેલી સવારે અને સાંજથી ઠૅડીનો અહેસાસ થઇ રહ્યો છે. દિવસ દરમ્યાન ઠંડીનો અનુભવ થતો નથી. હવે આગામી દિવસોમાં દિવસના પણ તાપમાનમાં ૅઘટાડો થતો જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ડીસેમ્બરના અંતિમ દિવસોમાં પહાડી પ્રદેશોમાં જોરદાર બરફવર્ષા થતી હોય છે. જેની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતુ હોય છે. લઘુત્તમ તાપમાન કેટલીક જગ્યાએ તો સિંગલ ડીજીટમાં નોંધાતુ હોય છે. આમ, હવે આગામી દિવસોમાં ઠંડીનો એક સારો રાઉન્ડ આવી શકે છે.
(2:51 PM IST)










