તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 11th December 2025
મોહમ્મદ રફી ગીતો થકી અમરઃ શાહીદ રફી
લોકપ્રિય ગાયક રફીજીના ૧૦૦માં જન્મદિને આજે રાજકોટમાં સુમધુર ગીતો વરસશે : મહાન ગાયકના પુત્ર શાહીદભાઇની ઉપસ્થિતિમાં આજે યાદગાર કાર્યક્રમ

શાહીદ રફી સાથે રાજુભાઇ ધ્રુવ, વિજયભાઇ કારિયા, ઉમેશભાઇ નજરે પડે છે. (તસવીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા.૧૧: મહાન ગાયક મહમદ રફીસાહેબના સુપુત્ર શાહિદ રફીજીએ રાજકોટમાં સ્વર્ગસ્થ રફીસાહેબ ને યાદ કરી ભાવભીની લાગણી સંવેદનાઓ અભિવ્યક્ત કરી હતી.
સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીના ૧૦૦મા જન્મદિન નિમિત્તે ‘રંગીલા રાજકોટ'માં એક યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહેશે કે રફી સાહેબના પુત્ર સ્વયં ઉપસ્થિત રહીને પિતાને સ્વરાંજલિ અર્પણ કરશે.
રાજકોટના સંગીતપ્રેમીઓ માટે આ ખરેખર એક આનંદદાયક સમાચાર છે! મોહમ્મદ રફી સાહેબ જેવા દિગ્ગજ કલાકારના ૧૦૦મા જન્મદિન (શતાબ્દી વર્ષ) નિમિત્તે તેમના જ પુત્ર દ્વારા સ્વરાંજલિ આપવી એ એક ઐતિહાસિક ઘટના ગણી શકાય.. આ અંગે શહેરના એરપોર્ટ નજીક આવેલા પેટ્રિયા ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ..,
જેમાં શાહીદ મોહમ્મદ રફી, અને કાર્યક્રમ ના નિમંત્રક રફી સાહેબના ચાહક રાજુભાઈ ધ્રુવ , સંસ્કળતિ અને સંગીત સાથે જોડાયેલા વિજયભાઈ કારિયા,ઉમેશભાઈ સંઘવી,ભરતભાઇ પોપટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા..,
આ કાર્યક્રમના સંદર્ભમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શાહિદ રફી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પે્રસ મીડિયા સાથે વાત કરતા પોતાના પિતા સાથેના અનેક ભાવુક અને અવિસ્મરણીય સંસ્મરણો (Memories) શેર કર્યા હતા, જેણે વાતાવરણને દિવ્ય અને યાદગાર બનાવી દીધું હતું. એટલું જ નહીં સાથે આજના સંગીત અને ગીતો ને તે સમયના અવિસ્મરણીય ગીત અને સંગીતને યાદ કરેલા સાથે શહીદ રફી એ એમ પણ જણાવ્યું કે તે સમયે ટીમ વર્ક અને કલાકારો એક બીજાને સન્માન સાથે આત્મીયતાના ભાવ સાથે જોડાયેલા હતા મહાન ગાયકના અદ્વુત ગુણ મહમદ રફીના જીવનમાં રહ્યા , કયારેય અભિમાન પોતાના ઉપર હાવી ન થવા દીધું, હંમેશા સામાન્ય અને ઋજુ રહ્યા
હિન્દી ફિલ્મોના મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબનો ૧૦૦ મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે અને રાજકોટ તેનું સાક્ષી બનવા જઈ રહ્યું છે મખમલી અવાજના બાદશાહ મોહમ્મદ રફી જીવનમાં ઋજુ અને કોમળ હૃદયના રહ્યા છે તેઓ અસામાન્ય માનવ હતા છતાં સામાન્ય બની ને રહ્યા છે જે દર્શાવે છે કે માણસ ગમે એટલા ઊંચા સ્થાને બેસી જાય પણ સામાન્ય માણસના મનમાં અને હૃદયમાં સ્થાન પામે એ જરૂરી છે
આજે તેઓના પળથ્વી ઉપર થી ગયાના વર્ષો વિત્યા છતાં તેઓએ ગયેલા ગીતો અને તેઓનું જીવન એટલું જ ઉદાહરણીય બન્યું છે પહાડી અવાજ સાથે મખમલી અહેસાસ એ રફી સાહેબ માટે ટ્રેડમાર્ક રહ્યો છે મહમદ રફી સાહેબના પુત્ર શાહિદ રફી એ રાજકોટમાં પત્રકાર પરિષદમાં પણ આજ જણાવ્યું કે રફી સાહેબ એ ઉમદા માનવ તરીકે આજે પણ લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે
આજે હેમુ ગઢવી હોલમાં ફરી એક વખત રફી સાહેબના એ યાદગાર ગીતો સાંભળવા મળશે અને એ પણ તેઓના સૌથી નાના પુત્ર શહીદ રફી દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
(3:18 PM IST)










