તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 11th December 2025
ઓડીટ શાખામાં સબ ઓડીટર તરીકે માત્ર ૩ ને કેમ બઢતી : સ્ટેન્ડીંગ કમીટી-ભાજપ પ્રમુખ લાલઘુમ
૧૧ કર્મચારી લાયકાત ધરાવતા હોવા છતા માત્ર ૩ કર્મચારીની દરખાસ્ત આવતા ઓડીટ અને સેક્રેટરી શાખાના અધિકારીઓ પર અનેક સવાલો

રાજકોટઃ મનપાની ઓડિટ શાખામાં ખાલી પડેલી સબ ઓડિટરની જગ્યા પર ત્રણ કર્મચારીઓને બઢતી આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં યુનિયનના હોદ્દેદારોની એવી રજૂઆત હતી કે બઢતી માટે ઓડિટ શાખાના ફૂલ ૧૧ કર્મચારીઓ એલીઝેબલ છે છતાં માત્ર ત્રણ કર્મચારીઓને જ બઢતી આપવા માટેની દરખાસ્ત મોકલવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડીંગ કમીટીના સભ્યો લાલઘુમ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સ્ટેન્ડીંગમાં ઓડીટ શાખામાં વગ-૪ ના હંગામી કર્મચારીઓની કાયમી સટઅપમાં લેવાની દરખાસ્ત ફગાવામાં આવી હતી ત્યારે અમુક કર્મચારીઓને બઢતી આપવાની દરખાસ્ત થતા ઓડીટ અને સેક્રેટરી શાખા પર સવાલોનો ધોધ વહી રહયો છે.
મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને બઢતી સાથે પગાર વધારા સહિતની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ થયેલ જે પેન્ડિંગ રાખવામાં આવી છે. જેનુ કારણ જાણવા મળેલ કે, ઓડિટ શાખામાં સબ ઓડિટરની કુલ ૧૪ જગ્યાઓ મંજૂર થયેલ છે. જે પૈકી હાલ ફકત એક જગ્યા ભરેલ છે. ઠરાવ કર્યા મુજક ઓડિટ કલાર્ક લેવલ બે માંથી સબ ઓડિટર લેવલ ચારમાં બઢતી માટે લાયકાત ઠરે છે. આ અંતર્ગત લાયકાત ધરાવતા સીનીયોરીટીને ધ્યાને લઇ ત્રણ કર્મચારીઓને સબ એડિટર લેવલ ફોરમાં લેવામાં આવેલ તેવી દરખાસ્ત રજૂ થયેલ જે બાબતે સ્ટેન્ડિંગના સભ્યોએ બાકી રહી ગયેલા ૧૧ કર્મચારીઓની વિગત કેમ દર્શાવવામાં આવી નથી તેમ જણાવી દરખાસ્ત પરત મોકલવામાં આવી હતી.
(3:27 PM IST)










