<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

રવિવારે રાજકોટમાં કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ સીબીએસઇનું લોકાર્પણ

પૂ. અપુર્વમૂનિ સ્‍વામી અને મોટીવેશનલ સ્‍પીકર સંજયભાઇ રાવલના હસ્‍તે શાળાનું લોકાર્પણ મુંબઇ અને દહેરાદૂન જેવું સીબીએસઇ કલ્‍ચરઃ ૧૩ હજાર વાર સ્‍પોર્ટસનું ગ્રાઉન્‍ડ, બાળકોના જન્‍મદિને યજ્ઞશાળામાં પૂજા કરાવી લેવડાવવામાં આવશેઃ અશોક પાંભર, રમેશ પાભંર જય મોલીયા

રાજકોટઃ દરેક સપનાની શરૂઆત યોગ્‍ય શિક્ષણથી થાય છે. દરેક બાળકના સપના પૂર્ણ કરવા હવે રાજકોટમાં સૌથી મોટી સીબીએસઇ સ્‍કૂલનું નિર્માણ થયું છે. હવે શ્રેષ્ઠ શિક્ષણ માટે મુંબઇ કે દહેરાદુન જવાની જરૂર નથી કારણ કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ સીબીએસઇ રાજકોટ માટે એક નવો માઇલસ્‍ટોન બનવા જઈ રહી છે. આ માત્ર સ્‍કૂલ નથી પણ અહિ મળશે યુનિક સીબીએસઇ કલ્‍ચર કે જ્‍યાં દરેક બાળકને ૨૧ મી સદીની પ્રેક્‍ટિકલ સ્‍કીલ્‍સ મળશે. ૧૩ હજાર વાર જગ્‍યામાં અત્‍યાધુનિક સ્‍ટ્રક્‍ચર સાથે નિર્મિત આ સ્‍કૂલ રાજકોટમાં સીબીએસઇ શિક્ષણ સાથે નવી સમજણ લાવવા આતુર હોવાનું જણાવાયું છે.

કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ સીબીએસઇના અશોકભાઇ પાંભર અને રમેશભાઈ પાંભર તથા સર્વ ટ્રસ્‍ટીગણે જણાવ્‍યું હતું કે, આગામી તા.૧૪ ને રવિવારના રોજ પૂજ્‍ય અપૂર્વમુનિ સ્‍વામી તથા જાણીતા મોટીવેશનલ સ્‍પીકર સંજયભાઇ રાવલના હસ્‍તે કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ સીબીએસઇનું લોકાર્પણ થવાનું છે.

શહેરની અંદરજ સીબીએસઇ કલ્‍ચર અને શિક્ષણનો લાભ મળે તે આશયે નિર્મિત આ ગતિશીલ અને પ્રેરણાદાયી સ્‍કૂલ કેમ્‍પસમાં ૧૦૬ એસી ક્‍લાસરૂમ સાથે ૫ હજાર બાળકો સમાવી શકાય તેટલી વિશાળ જગ્‍યા છે. સાથે શાળા સંકુલમાં ૬૭૧ સીટવાળું અત્‍યાધુનિક આર્ટ ઓડિટોરોયમ, ગણીત-વિજ્ઞાન માટે એડવાન્‍સ લેબ, રીસોર્સ રીચ લાયબ્રેરી, આર્ટ-ક્રાફટ રૂમ, મ્‍યુઝિક રૂમ, ડાન્‍સ રૂમ. રોબોટિક લેબ, કોમ્‍પ્‍યુટર લેબ ઉપરાંત ૮હજાર વાર જગ્‍યામાં નેશનલ લેવલનું સ્‍પોર્ટસ ગ્રાઉન્‍ડ જેમાં પીકલ બોલ, બોક્‍સ ક્રિકેટ, ફુટ બોલ, વોલી બોલ, બાસ્‍કેટ બોલ, ટેનીસ, કબડ્ડી, ખોખો, એથલેટિક ટ્રેક, સ્‍કેટિગ ટ્રેક, સ્‍વીમીંગ પુલ સહિત તમામ સગવડોનો સમાવેશ થાય છે. રેગ્‍યુલર, હોસ્‍ટેલ અને ડે સ્‍કૂલ સાથે કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ સીબીએસઇ રાજકોટના શિક્ષણ જગતમાં નવો અધ્‍યાય લખવા તૈયાર છે.

રાજકોટની સૌથી મોટી કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ સીબીએસઇ સ્‍કૂલ અહિ આવતા બાળકોને વર્ગખંડોથી આગળના જીવન માટે તૈયાર કરવા સમર્પિત શિક્ષકો, અત્‍યાધુનિક સુવિધાઓ અને મૂલ્‍યો આધારીત અભિગમ સાથે આગામી એપ્રીલ ૨૦૨૬ થી કાર્યરત થઈ જશે. જેમાં પ્રી થી લઇ ધોરણ ૮ સુધી હાલ અભ્‍યાસ શરૂ થશે. શ્રેષ્ઠતા, વિવિધતા, વિકાસ અને સહાનુભૂતિ સાથે વિદ્યાર્થી ફક્‍ત જ્ઞાન સાથે નહીં પરંતુ આત્‍મવિશ્વાસ અને શ્રેષ્ઠતાની ભાવના સાથે તેની આગળની સફર ખેડે તેજ આ સ્‍કૂલનો ધ્‍યેય છે.

કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ સીબીએસઇ માધાપર-મોરબી બાયપાસ, એડીબી હોટલ સામે, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર છે. વધુ માહિતી માટે ૯૧૨૬૦ ૪૧૨૬૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં અીકલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શાળાના સંચાલકો સર્વશ્રી અશોકભાઇ પાંભર, રમેશભાઇ પાંભર અને જયભાઇ મોલીયા, જે.કે.મોલીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:33 PM IST)