News of Thursday, 11th December 2025
શનિવારે સમસ્ત રાવળ સમાજના સમુહલગ્ન-માતા-પિતા વિહોણી ૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે
કરીયાવરમાં ૧૦૮ થી વધુ વસ્તુઓ આપવામાં આવશેઃ મેડીકલની ટીમ સેવા આપશેઃ સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શાષાી મેદાન ખાતે આયોજન

રાજકોટ :.. સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દ્વિતીય ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન તારીખ ૧૩ , શનિવાર, સાંજે શાષાી મેદાન, રાજકોટ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
આ પવિત્ર સમૂહ લગ્ન મહોત્સવમાં માતા-પિતા વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન વિના મૂલ્યે કરવામાં આવશે. દરેક દિકરીને સોના-ચાંદી સહિત કુલ ૧૦૮ થી વધુ કરિયાવર વસ્તુઓ ભેટરૂપે અર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સ્થળ ઉપર તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ અને જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
આ મહોત્સવને સફળ બનાવવા માટે સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ ગોપાલભાઈ બોરાણા (મો. ૯૭ર૬૦ ૦૦૦૪૪) ના નેતળત્વ હેઠળ રાજેશભાઈ બોરાણા, નરેશભાઈ મેંર, લક્ષ્મણભાઈ પરમાર, અમુભાઈ સોઢા, અંકીતભાઈ બોડા, ધર્મશીભાઈ સોઢા, સુનીલભાઈ પેથાણી, દિવ્યેશભાઈ ભોજક,મનુભાઈ ગોહેલ, ખીમજીભાઈ સોઢા, રાહુલભાઈ કેસૂર, હિતેનભાઈ કેસુર રાજ એસ. મિયાત્રા, આકાશભાઈ મકવાણા અંકીતભાઈ ગોહેલ, મનોજભાઈ મિયાત્રા, કમલેશભાઈ મછોયા, બકુલભાઈ રાઠોડ, પ્રકાશભાઈ જોગેલા, લાલાભાઈ ભોજક, નીરવભાઈ વાણીયા, જીતુભાઈ વાણીયા, ચેતનભાઈ રાઠોડ તથા અન્ય સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છ.ે (તસ્વીર : અશોક બગથરીયા)
(3:46 PM IST)










