<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

જિલ્લા પંચાયતમાં નવા બજેટ અંગે સરકારના માર્ગદર્શનની રાહઃ હાલ પૂર્ણ બજેટની તૈયારી

ચૂંટણીને ધ્‍યાને રાખી આકર્ષક યોજનાઓ જાહેર કરવાની ચૂંટાયેલી પાંખની ઇચ્‍છા

રાજકોટ તા.૧૧: રાજયમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી જાન્‍યુઆરી- ફેબ્રુઆરી આવવા પાત્ર છે પણ મતદાર યાદીની કામગીરી અને અન્‍ય કારણસર ચૂંટણી સમયસર થઇ શકે તેવી શકયતા હાલ જણાતી નથી. ચૂંટણી એપ્રિલ-મેં માં યોજાવાના એંધાણ છે. દર વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં પંચાયતોનું બજેટ રજુ થતુ હોય છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં બજેટ અંગે હાલ અનિヘતિતા છે પણ પૂર્ણ બજેટની તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી બજેટના કદ અને રજુ કરવાના સમય અંગે માર્ગદર્શન આવે તેવી રાહ છે.

પાંચ વર્ષ પહેલા ચૂંટણીના વર્ષમાં જે તે વખતના શાસકોએ ત્રણ મહિનાનું બજેટ રજુ કરી બાકીના સમયનું બજેટ બનાવવાની અનૂラકુળતા નવા શાસકો માટે છોડી હતી. આ વખતે વચગાળાના બજેટ અને પૂર્ણ બજેટ બંન્ને વિકલ્‍પ ખુલ્લા છે. જો રાબેતા મુજબનું બજેટ રજુ કરવાનું હોય તો ૩૧ માર્ચ સુધીમાં સામાન્‍ય સભામાં મંજુર થઇ વિકાસ કમિશનર સુધી પહોંચાડવુ જરૂરી છે.

તા.૧ એપ્રિલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થતુ હોવાથી તે પહેલા જ ૩૧ માર્ચ પછીના સમય માટે નાણાકીય જોગવાઇ કરવી જરૂરી છે. પંચાયતની હિસાબી શાખા દ્વારા બજેટની પ્રાથમિક તૈયારી શરૂ કરવામાં આવી છે. વિવિધ શાખાઓ પાસેથી જરૂરીયાત અંગેની માહિતી માંગવામાં આવી રહી છે. હાલ એક વર્ષ માટેનું બજેટ બનાવવાની વહીવટી તંત્રની તૈયારી છે. તેના આધારે જરૂર પડયે વચગાળાનું બજેટ પણ રજુ કરી શકાશે.

આચારસંહિતા કયારે આવે તે નક્કી ન હોવાથી પંચાયતના પદાધિકારીઓ આગામી કારોબારી બેઠક અને સામાન્‍ય સભા બોલાવવા બાબતે અવઢવમાં છે. જાન્‍યુઆરીમાં સામાન્‍ય સભા મળે તેવી સંભાવના છે. સામાન્‍ય ચુંટણીનું વર્ષ હોવાથી ભાજપની શાસક પાંખ બજેટમાં આકર્ષક યોજનાઓ ઉમેરવા પ્રયત્‍નશીલ છે.(૨.૧૯)

 

(4:05 PM IST)