તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
કાલથી પોષદશમી અઠ્ઠમ તપ આરાધના : શ્રી પાર્શ્વપ્રભુનો જન્મ-દિક્ષા કલ્યાણક
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં આજે અમરવાયણા યોજાશે શંખેશ્વરમાં રપ હજારથી વધુ શ્રાવક-શ્રાવીકાઓ અઠ્ઠમની ભકિત કરશે - સમગ્ર ભારતભરના જૈનોમાં નવપ - દશમ - અગિયારસ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મદિક્ષા કલ્યાણ નિમિત્તે વિશિષ્ટ ભક્તિ એટલે આ વર્ષે તા. ૧૩, ૧૪, ૧૫ શનિવાર, રવિવાર, સોમવારે અદભુત ભક્તિનો માહોલ સર્જાશે. -મુંબઈમાં જ દસ હજારથી વધારે લોકો ત્રણ દિવસના ઉપવાસ એટલે કે અઠ્ઠમ કરશે. શંખેશ્વરમાં તો પચ્ચીસ હજારથી વધુ લોકો આવી અઠ્ઠમની ભક્તિ કરે છે. -આ ૨૪ના આ ૨૩મા પાર્શ્વનાથ પ્રભુનો અપરંપાર મહિમા છે કારણ કે તેમના અધિષ્ઠાય દેવો આજે પણ જાગળત છે. જગ જયવંત અને જીવંત છે.સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મળત્યુ મળે છે -જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગળત, જગ જયવંત અને જીવંત છે -પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના નામમાં ચૌર્યાસી હજાર વિધાઓનો વાસ છે

રાજકોટ, તા. ૧ર : નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ સામેથી આવે છે. માગશર વદ નવમ, દશમ, અગિયારસ એ મારવાડીમાં પોષ મહિનામાં આવતા હોવાથી આ મહિનાને પોષ દશમી તરીકે પ્રખ્યાતી મળી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકની સમગ્ર ભારતભરમાં ત્રણ ઉપવાસ દ્વારા કે ખીરના, સાકરના, પાણીના વગેરેના ત્રણ એકાસણાં કરવા દ્વારા સમાધિની સાધના ઉલ્લાસભેર થાય છે.
આ વર્ષે શ્રી ગીતાંજલિ જેમ્બાર મૂર્તિપૂજક જૈન સંઘ, બોરીવલી દ્વારા દસ હજાર આઠ સામુહિક અઠ્ઠમનું આયોજન નિર્ધારાયું છે. ભારતભરના પાર્શ્વનાથ પ્રભુના તીર્થોમાં ઠેર ઠેર સામુહિક અહૂમ અને જન્મકલ્યાણક આદિની આરાધના તો થશે પરંતુ એકલા શંખેશ્વરમાં ૩૦થી ૩૫ હજાર અઠ્ઠમની આરાધનાઓ થતી હોય છે. સમાધિદાયક પાર્શ્વનાથ પ્રભુના અઠ્ઠમની આરાધનાથી આત્મામાં શાતા, શાંતિ અને સમાધિનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય છે.
આસન્ન ઉપકારી શાસન શ્રી મહાવીર પ્રભુનો મહિમા અપરપાર છે તેમ છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયકો આજે પણ તેમનો મહિમા સાધકોને અનુભવ કરાવી રહ્યા છે. શ્રી વર્ધમાન તપની ૧૦૦ ઓળીના પારણા સમયે જૈન સંઘ શ્રી વર્ધમાન સૂરિજી શંખેશ્વર તરફ પ્રયાણ કરી રહ્યા હતા અને રસ્તામાં જ કાળધર્મ પામે છે. અને એમ કહેવાય છે કે આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મુખ્ય અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે.
યોગવિનસ્તિકામાં જણાવ્યા પ્રમાણે પ્રભુવ્યક્તાણિવપદસ્થોડસો, શસ્ત્યા ભવતિસર્વત્રઃ અર્થાત્ પાર્શ્વનાથ પ્રભુ વ્યક્તિથી મોક્ષે ગયા છે પરંતુ સક્તિથી ૧૪ રાજ લોકમાં હાજરા હજુર છે. પાર્શ્વનાથ પ્રભુ હાલ મોક્ષમાં છે પરંતુ તેમના યશ નામકર્મના લીસોટોઓ આજે પણ અલગ અલગ તીર્થોના માધ્યમે કોઈ વ્યક્તિની ભક્તિના પ્રભાવે કે કયાંક તેના અધિષ્ઠાયકોના ભક્તિના પ્રભાવે અલગ અલગ મહિમા જોવા - જાણવા અને માણવા મળે છે.
આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજ લિખિત ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના ગ્રંથમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનો અપરંપરા મહિમા અસ્ખલિત રીતે વર્ણવામાં આવ્યો છે. સંયમ જીવનના પ્રારંભિક વર્ષોમાં તેમણે અનેક જ્ઞાન ભંડારોના ગ્રંથોનું પરિસિલન કરીને બે દળદાર ગ્રંથો ૫૪ - ૫૪ પાર્શ્વનાથ ભગવાનના મહિમાને ઉજાગર કરતાં દર્શાવ્યા છે. એક સમિતિ પણ નીમવામાં આવેલી જેના પાંચ-સાત સભ્યોએ આ ૧૦૮ તીર્થોમાં જઈને તેના યંત્રો મંત્રો તંત્રો અને તેનો મહિમા એકત્રિત કરીને આ બે ગ્રંથોમાં અદભુત રીતે વર્ણવેલો છે.
ગઈ ચોવીશીના નવમાં તીર્થંકર દામોદર સ્વામીના સમવસરણમાં આષાઢી નામનો શ્રાવક ઊભો થયો અને પ્રભુને પૂછયું મારો મોક્ષ કયારે થશે ત્યારે પ્રભુએ કહ્યું કે આવતી ચોવીશીના ત્રેવીસમાં પાર્શ્વનાથ પ્રભુના આર્યઘોષ નામે આપ ગણઘર બનશો. તો તે જ સમયે વેળુમાંથી પ્રતિમાનું સર્જન કર્યું અને ત્યારબાદ પોતે આર્યઘોષ નામે દેવ થયા તો દેવલોકોમાં પ્રભુજીને લઈ ગયા ત્યાં ભક્તિ કરી.
આજે પણ કોઈ સાધુ-સાધ્વીજી ભગવતો કે યાત્રિકો જો રસ્તો ભૂલે તો ઘોડેસવારો આવીને માર્ગ બતાવતા હોય છે. અજૈનો પણ આ દાદાની અપ્રતિમ ભક્તિ કરતાં હોય છે. શંખેશ્વરના સ્થાનિકો પણ દાદાના દર્શન વગર મોઢામાં પાણી નથી લેતાં. દાદામાં બે દ આવે છે પરંતુ તે ત્રણ દને હરનારા છે. ભક્તોના દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્ય સહજમાં હરી લેતાં હોય છે.
જૈનોના પણ નવસ્મરણના નવ સ્તોત્રમાંથી ત્રણ સ્તોત્રો પાર્શ્વનાથ પ્રભુના છે. એક માત્ર ઉવસગ્ગહર સ્તોત્રનો પાઠ માત્ર કરવાથી પાર્શ્વનાથ પ્રભુને ૧૨,૮૦૦ વખત વંદન થાય છે. પ્રથમ ગાથામાં ૮૦ વંદન, દ્વિતિય ગાથમાં ૪૦, તળતિય અને ચોથી ગાથામાં એક એક વંદન અને છેલ્લી ગાથામાં ચાર વંદન આ બધાનો ગુણાકાર કરતાં કુલ ૧૨.૮૦૦ પ્રણામ થાય છે અને એમ લખ્યું છે ચીટુઉ દૂરે મતો, તુજઝ પણામો વિ બહુકલો હોઈ અર્થાત તારો ૧૮ અક્ષરનો ચિંતામણી મંત્ર તો દૂર રહ્યો પરંતુ તને કરેલો પ્રણામ એ પણ બહુ કળને દેનારો છે.
નમિઉણમાં રહેલો ૧૮ અક્ષરનો ચિંતામણી મંત્ર પેથડશાને સિદ્ધ થયો હતો. જેના એક એક અક્ષર પર ધર્ણેન્દ્ર અને પદ્માવતી હાજરાહજૂર છે. આ ત્રણ દિવસમાં આ મંત્રની કે નાના બીજ મંત્રની સવા સો માળા ગણવાનું વિધાન છે. જે ગુરુ મુખે ગ્રહણ કરીને લાખો ભાવિકો આ ત્રણ દિવસ દરમ્યાન ધ્યાનની વિશ્રાંતિ સમાન આ જાપ કરતાં હોય છે. કેમ કે ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ કરમાવે છે કે જપાત્ સિદ્ધિ, જપાત
શ્રી જિરાવલા પાર્શ્વનાથ પ્રભુનો એટલો અદભુત મહિમા છે કે કોઈ પણ મંદિરમાં પ્રતિષ્ઠા હોય પરંતુ તે પરમાત્માની પાછળ જિરાવલા પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર આલેખવામાં આવતો હોય છે કેમ કે પ્રતિષ્ઠા સમયે જિરાવલા પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયકો ત્યાં હાજરાહજૂર થતાં હોય છે અને આ જ જિરાવલાની પુનઃપ્રતિષ્ઠા વખેત જાણે બધાં જ અધિષ્ઠાયકો હાજર થયાં હોય તેમ પ્રતિષ્ઠા સમયે અહળક અમીઝરણાનો
સમગ્ર ભારતભરમાં આજે પણ એક અપેક્ષાએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અઢળક પ્રમાણમાં તેમ જ ઘણી જગ્યાએ તો મૂળનાયક તરીકે પણ જોવા મળે છે. જ્યાં હજારો અને લાખો ભાવિકો નિત્ય પરમાત્મના દર્શન - વંદન - પૂજનથી પોતાનું આત્મકલ્યાણ સાધી લેતાં હોય છે.
આવો આ ત્રણ દિવસની સાધના દરમ્યાન આપણે પણ અઢીથી ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલાં પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારો વર્તમાન તમારો ભૂતકાળ હતો પણ આપની આરાધના ભક્તિ દ્વારા આપ એવા આશીર્વચન વર્સાવો કે તમારો વર્તમાન અમારો ભવિષ્યકાળ થઈ જાય. (૯.૯)
સંકલન- અતુલકુમાર વ્રજલાલ શાહ
(1:24 PM IST)










