<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

કાંગશીયાળી ગામની સીમમાં દારૂ ભરેલી બે કાર પકડાઇઃ ૩.૫૬ લાખનો દારૂ કબ્‍જે

સ્‍કોર્પીયો અને પોલો કાર સહિત ૧૪.૫૬ લાખનો મુદામાલ કબ્‍જેઃ શાપર-વેરાવળ પોલીસના દરોડા

તસ્‍વીરમાં દારૂ ભરેલી બંન્ને કાર સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા.૧૨: શાપર-વેરાવળ પોલીસે કાંગશીયાળી ગામની સીમમાં વિદેશી દારૂ ભરેલી બે કાર પકડી પાડી ૧૪.૫૬ લાખનો મુદામાલ કબ્‍જે કરી બંન્ને કાર ચાલકની શોધખોળ હાથધરી છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ દારૂ તથા જુગારની બદી નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને નાથબ પોલીસ અધિક્ષક ગોડલ  કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્‍ટેના પો.ઇન્‍સ આર.બી. રાણાના રાહબરીમા  પો.કોન્‍સ. રાજદીપસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે સ્‍ટાફના માણસોએ કાગશીયાળી ગામની સીમ આવેલ આસ્‍થાગ્રીન સીટી સોસાયટીના પાકશ્નગમાં રાખેલ પોલો ટી.ડી.આઇ. કાર રજી.નં. જી.જે.૦૧ આર.ડી.૮૭૭૬ વાળી માથી ભારતીય બનાવટના  અલગ-અલગ બ્રાન્‍ડની ઇગ્‍લીશ દારૂની ૧૮૦ એમએલના કાચની શીલબંધ બોટલ નંગ ૯૧૨ કી.રૂ.૧,૮૨,૪૦૦ તથા ૧૮૦ના એમ.એલની કાચની શીલબંધ બોટલ નંગ-૪૮૦ કી.રૂ.૯૬,૦૦૦ અને સ્‍કોર્પીયો કાર રજીનં. જીજે-૩- એનકે. ૮૭૭૬ કી.રૂ ૧૦,૦૦૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧૨,૭૮,૪૦૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

તેમજ શાપર-વેરાવળ પોલીસે કાંગશીયાળી ગામની  સીમ આવેલ આસ્‍થાગ્રીન સીટી સોસાયટીના પાર્કીંગમાં રાખેલ પોલો ટીડી.આઇ. કાર રજી.નં. જીજે-૦૧-આરડી ૮૩૮૪ વાળીમાંથી ભારતીય બનાવટના ઇંગ્‍લીશ દારૂની બોટલો ૧૮૦ એમ.એલ.ના બોટલો નંગ-૩૯૨ કી.રૂ.૭૮,૪૦૦/- તથા  પોલો ટી.ડી.આઇ. કાર રજી.નં. જી.જે.૦૧ આર.ડી.૮૩૮૪ કી.રૂ.૧૦૦૦૦૦/ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧,૭૮,૪૦૦/- લાખનો મુદામાલ કબ્‍જે કરી ચાલકની શોધખોળ હાથધરી છે.

આ કામગીરી શાપર વેરાવળ પો.સ્‍ટે.ના પો.હેડ કોન્‍સ. દિનેશભાઈ ખાટરીયા, જગશીભાઇ ઝાલા, પો.કોન્‍સ લગધીરસીંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામસીયા , રાજદીપસીંહ જાડેજા તથા વિમલભાઇ વેકરીયા તથા મનસુખભાઇ ચૌહાણ વિગેરે દ્વારા કરવામા આવેલ છે

(12:10 PM IST)