તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
રાજકોટ, ટંકારા અને અમદાવાદમાં ચોરીના પાંચ ગુનામાં ફરાર મેહુલ પકડાયો
ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ જયદેવસિંહ પરમાર, કોન્સ તુલશીભાઇ ચુડાસમા અને સંજયભાઇ ખાખરીયાની બાતમી

રાજકોટ, તા.૧૨: રાજકોટ, ટંકારા અને અમદાવાદના વાસણામાં ઘરફોડ ચોરીના પાંચ ગુનામાં નાસતા ફરતા શખ્સને ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ માધાપર ચોકડી પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમારના તથા એડી. પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી બી.બી.બસીખાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એન.પરમાર તથા સી.એમ.જાદવ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે એ.એસ.આઇ. વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ જયદેવસિંહ પરમાર, કોન્સ તુલસીભાઇ ચુડાસમા તથા સંજયભાઇ ખાખરીયાને બાતમી મળતા જામનગર રોડ પર માધાપર ચોકડી પાસેથી રીઢા તસ્કર મેહુલ નરશીભાઇ સોલંકી (ઉ.વ.૧૯) (રહે.જામનગર તળાવ પાસે બાલાજી હનુમાન મંદિરની બાજુમાં)ને પકડી લીધો હતો. પોલીસની તપાસમાં મેહુલ રાજકોટ માલવીયાનગર, ભકિતનગર, તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ચોરીના ગુનામાં તેમજ ટંકારા અને અમદાવાદના વાસણામાં મળી કુલ પાંચ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યુ છે. આ કામગીરી પી.આઇ.એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર, આર.કે.ગોહિલ તથા એ.એસ.આઇ અશોક કલાલ, સંજયભાઇ દાફડા, વિજયસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, સુભાષભાઇ ઘોઘારી, પ્રતિકસિંહ રાઠોડ, મોહીલરાજસિંહ ગોહિલ, કોનસ સંજયભાઇ ખાખરીયા, તુલાસીભાઇ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી
(1:00 PM IST)










