<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

રાજકોટમાં તા.૧૯ થી ૨૧ સુધી સશકત નારી મેળા

કલેકટર કચેરી ખાતે બેઠક મળીઃ જીતુભાઇ વાઘાણી મેળો ખૂલ્લો મૂકશે

 

 

રાજકોટ તા.૧૨: મહિલા સશક્‍તિકરણ તથા સ્‍વદેશીને પ્રોત્‍સાહન આપવાના આશયથી રાજકોટ ખાતે ૧૯ થી ૨૧ ડિસેમ્‍બર દરમિયાન ‘‘સશકત નારી મેળો'' યોજાશે.

અમીન માર્ગના છેડે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા મેદાનમાં યોજાનારા આ મેળાના આયોજન અંગે જિલ્લા કલેકટરની અધ્‍યક્ષતામાં  બેઠક યોજાઇ હતી. સંભવતઃ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્‍થિતિમાં ૧૯ ડિસેમ્‍બરે સવારે ૧૦ વાગે મેળાનો પ્રારંભથશે.

આ મેળામાં મહિલા આર્થિક વિકાસ નિગમ, આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ કલ્‍યાણ, કળષિ, સ્‍વસહાય જુથો, કુટીર ઉદ્યોગ, જિલ્લા જેલ વગેરે વિભાગોના અંદાજે ૧૦૦ સ્‍ટોલ રાખવામાં આવશે, તથા મહિલાઓ સંચાલિત ફુડ કોર્ટનું પણ આયોજન કરવામાં આવશે.

સ્‍વદેશીને પ્‍લેટફોર્મ અને પ્રોત્‍સાહન પૂરું પાડવાના આશયથી યોજાનારા આ મેળામાં વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. મહિલા કેન્‍દ્રિત આજીવિકાને ઉત્તેજન આપવાના વિશેષ પ્રયાસો આ મેળામાં હાથ ધરવામાં આવશે. મહિલા મંડળ- મહિલા રાજકારણીઓ-મહિલા અમલ દારોને  વગેરેની સાફલ્‍ય ગાથાઓની પણ આ મેળામાં ચર્ચા કરવામાં આવશે.

(4:07 PM IST)