News of Friday, 12th December 2025
મગજની ફુલી ગયેલી મોરલીની અત્યાધુનિક એન્ડોવાસ્કયુલર પધ્ધતી દ્વારા દર્દીનો જીવ બચાવતા ડો.ગૌરાંગ વાઘાણી
ન્યુરો ઈન્ટેરવેન્શન જેવી આધુનિક સારવાર અને સુવિધા ધરાવતી સ્ટર્લીંગ હોસ્પિટલ સૌરાષ્ટ્રનાં દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબીત થઈ

રાજકોટ સ્ટલીંગ હોસ્પીટલ ખાતે પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો. ગૌરાંગ વાઘાણી, ડો. હેતલ વડેરા, ડો. મયંક વેકરીયા, ડો. રોશન મિષાી, ડો. મિતુલ કાસુદ્રા, ડો. અજય ડોગરા સહિતના નજરે પડે છે.(તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ, તા. ૧રઃ મેડીકલ સારવારમાં દિવસે ને દિવસે મેડીકલ સાયન્સ ખુબજ પ્રગતી કરી રહયુ છે. અને આ રિસર્ચ થવાથી વિવિધ બીમારીની સારવાર અસરકારક બને છે તેનો ફાયદો દર્દી માટે આશિર્વાદરૂપ સાબીત થાય છે. આધુનિક વિજ્ઞાનનાં વિકાસ સાથે ઈશ્વરે બનાવેલ અમૂલ્ય-અદભૂત રચના એટલે કે માનવ શરીરનાં વિવિધ સિસ્ટમ અને તેની સાથે તેમાં થતી બિમારી વિશે ઉંડી સમજણ પણ કેળવતી જોવા મળે છે. આ પૈકી મગજની લોહીની નળીની રચના અનન્ય છે. જેમાં થતી ગંભીર બીમારીઓ માંની એક કે જેને આપણે મગજની લોહીની મોરલી થવી કે નળી કુલાઈને ફાટવી એ છે.
પત્રકાર પરીષદમાં સ્ટરલીંગ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. ગૌરાંગ વાઘાણીએ જણાવેલ કે, આવી બીમારીનો એક કિસ્સો મોરબી નિવાસી શ્રીમતી પૂજાબેનનો છે, જેમને અચાનક માથામાં દુઃખાવો, ઉલ્ટી, શરીરમાં અશક્તિ આવી જતા દર્દી બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર મોરબી લીધેલ અને પછી આગળ નિદાન ને સારવાર માટે સ્ટરલીંગ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા જયાં ઈમરજન્સી વિભાગમાં ન્યુરોસર્જન ડો. ગૌરાંગ વાઘાણી અને ડો. મયંક વેકરીયાની ટીમ દ્વારા તેમનું એન્જીયોગ્રાફી દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ ને તેમની સારવારનાં વિકલ્પ વિસ્તાર પૂર્વક સમજાવેલ હતા જેમાં દર્દીનાં પરિવાર દ્વારા આધુનિક પધ્ધતિથી તાર દ્વારા મગજનું હાડકુ ખોલ્યા વગર (ઓપરેશન વગર) કોઈલીંગની સારવાર માટે મંજુરી આપી હતી. તેથી ન્યુરો સર્જરી ટીમ દ્વારા આ ખુબજ ચોકસાઈ પૂર્વક કેથલેબમાં (થાપાનાં ભાગે) લોહીની નળીમાં પ્રવેશી અને મોરલી કે કુલેલા ભાગમાં કોઈલ (સ્પ્રીંગ) બેસાડીને તેની કુશળતા પૂર્વક સારવાર કરવામાં આવેલી. દર્દીને આઈ.સી.યુ.માં સઘન સારવાર આપી પરિસ્થિતીમાં સુધારો થતા ક્રમશઃ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ હતી.
ડો. ગૌરાંગ વાઘાણી વધુમાં જણાવેલ આ સાથે ઘરે બાકીની કાળજી અને દવા તથા ફીઝીયોથેરાપીની મદદથી દર્દી અંદાજીત ૨૦ થી ૨૫ દિવસમાં સંપૂર્ણ ભાનમાં આવેલ હતા તેમજ હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે તેમજ ઘરનાં નાના-મોટા કાર્યમાં પણ સહકાર આપે છે. આ રીતે કોઈલીંગ (એન્ડોવાસ્કયુલર) સારવાર પધ્ધતિ મગજનાં હાડકાને ખોલ્યા વગર થતી અત્યાધુનીક ટેકનીક છે. જેમાં દર્દીને ઓપરેશન પછી થતા જોખમો જુજ હોય છે અને દર્દી જલ્દીથી સ્વસ્થ થાય છે તેમજ હોસ્પિટલમાં રોકાણ બીજી સારવારની સરખામણીએ ઓછુ થાય છે.
ડો. ગૌરાંગ વાઘાણીએ દિલ્હીની વિશ્વ વિખ્યાત ઈન્સ્ટીટયુટમાંથી ન્યુરોસર્જરીનું એજયુકેશન પ્રાપ્ત કર્યુ છે. તેઓ મગજની ગાંઠો, માથામા ઈજા (બ્રેઈન ઈન્જરીસ), તેઓએ દુરબીનથી થતી મણકા અને કરોડરજુ (મીનીમલ ઇન્વેઝીવ સ્પાઈન સર્જરી), સ્પાઈન ટ્રોમા, બ્રેકિઅલ પલેકસસ અને પેરીફેરલ નર્વ ઈન્જરીઝ જેવી અતિ ડીજીટલ સર્જરીમાં વિશેષ નિપુણતા પ્રાપ્ત કરી છે. તેઓએ દક્ષિણ કોરીયાની સેનટમેરી હોસ્પિટલમાંથી એન્ડોવાસ્કયુલર ન્યુરો સર્જરીમાં વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત કરી છે. ડો. મયંક વેકરીયા મગજ અને કરોડરજજુની વિવિધ બીમારીઓ ઉપરાંત મુવમેન્ટ ડિસોર્ડર એટલે કે, કંપવા (પાર્કિન્સન ડીસીઝ) વગેરેમાં થતી ડીબીએસ (ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન) જેવી સર્જરીમાં વિશેષ અનુભવ ધરાવે છે.
ર્સ્ટલિંગ હોસ્પિટલ, રાજકોટ ખાતે સ્ટ્રોક યુનિટ છેલ્લા ૯ વર્ષથી સફળતા પૂર્વક કાર્યરત છે અને આજદિન સુધી સ્ટ્રોકનાં અનેક દર્દીઓને સફળતા પૂર્વક સારવાર આપીને તેમને નવજીવન આપવા સ્ટ્રોક યુનિટ સફળ સાબીત થયુ છે. સૌરાષ્ટ્રનાં શ્રેષ્ઠ ન્યુરો ફીઝીશ્યનસ ડો. સારીકા પાટીલ (એસોસીયેટ ડિરેકટર-ન્યુરોફિઝીશ્યન), ડો. મિતુલ કાસુન્દ્રા (કન્સલ્ટન્ટ ન્યુરોફિઝીશ્યન), ડો. રોશન મિષાી (કન્સલ્ટન્ટ ન્યુરોફિઝીશ્યન)ની ટીમ, એનેસ્થેટીસ્ટ ડો. હેતલ વડેરા (ચીફ એનેસ્થેટીસ્ટ) ઇન્ટેસીવીસ્ટ, રેડીઓલોજીસ્ટ અને તાલીમબધ્ધ ફિઝીયોથેરાપીસ્ટ સાથે આ યુનિટ ૨૪×૭ કોઈપણ ઈમરજન્સી સ્થિતીમાં તાત્કાલીક નિદાન અને સારવાર પુરી પાડે છે.
(2:24 PM IST)










