<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

એકસેલન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા મંગળવારથી ત્રણ દિવસ દિવ્‍યાંગો માટે કૃત્રિમ સાધન સહાયનો મેગા કેમ્‍પ

રાજકોટ તા. ૧૨ : એકસેલન્‍સ દિવ્‍યાંગ ફાઉન્‍ડેશન દ્વારા આગામી તા. ૧૬ થી ૧૮ એમ ત્રણ દિવસ દિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ અને કેલિપર્સનો કેમ્‍પ યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે પ્રખર ગાયત્રી ઉપાસક ઘનશ્‍યામભાઇ ઠકકરની પ્રેરણાથી આ કેમ્‍પ પરમાર્થ નિકેતન (ઋષિકેશ અને મહાવીર સેવા સદન કોલકતા દ્વારા યોજવામાં આવ્‍યો છે. તા.૧૬ થી ૧૮ સવારે ૮ થી રાત્રે ૮ વાગ્‍યા સુધી ચાલનાર આ કેમ્‍પમાં ગુજરાતભરમાંથી આશરે ૩૦૦ જેટલા દિવ્‍યાંગજનો સેવાનો લાભ લેશે.

રાજકોટના આંગણે એસ.બી.એઇ. આરસેટી (ગ્રામીણ સ્‍વરોજગાર તાલીમ સંસ્‍થા)ના કાર્યાલય એ.જી. સ્‍ટાફ કવાર્ટરની સામે, સૌરાષ્‍ટ્ર યુનિ., ગારડી ગેટ-ર, નીલ સીટી, વિમલનગર કોર્નર ખાતે યોજેલ આ કેમ્‍પમાં દિવ્‍યાંગજનોને અત્‍યાધુનિક કૃત્રિમ હાથ પગ કેલીપર્સ સહીતના સાધનો અપાશે.

સંતો મહંતો, સામાજીક રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહી દિવ્‍યાંગજનોને પ્રોત્‍સાહીત કરશે.

કાર્યક્રમના આયોજન માટે પ્રખર ગાયત્રી ઉપાસક ઘનશ્‍યામભાઇ ઠકકર, એકસેલન્‍સ દિવ્‍યાંગ ફાઉન્‍ડેશનના જીજ્ઞેશગીરી ગોસ્‍વામી, હસમુખભાઇ કોરડીયા, દર્શન વોરા, કિશોરભાઇ વઘાસીયા, મનસુખભાઇ સાકરીયા, જેમ્‍સ એન્‍ડ જવેલરી એકેડેમિક ફેડરેશન રાજકોટના અગ્રણી નિખિલભાઇ બારભાયા, એસ.બી.આઇ. આરસેટીના ડાયરેકટર પવનકુમાર ગૌર, સંદીપ મઢવી, કિશોરભાઇ પરમાર અને તેમની ટીમ કાર્યરત રહેશે.

કેમ્‍પની વિશેષ વિગતો માટે જીજ્ઞેશગીરી ગોસ્‍વામી (મો.૯૯૭૮૯ ૧૧૦૦૮) અને સંસ્‍થાના હસમુખભાઇ કોરડીયા (મો.૯૪૨૭૨ ૨૦૮૩૫), સંદીપ મઢવી (મો.૯૭૩૭૩ ૯૭૨૭૩)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હસમુખભાઇ કોરડીયા, દર્શન વોરા, પવનકુમાર ગૌર, સંદીપ મઢવી, જીજ્ઞેશગીરી ગોસ્‍વામી અને ગીરધારીલાલ સૈની નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:28 PM IST)