News of Friday, 12th December 2025
ઢાંઢણી-અણીયારામાં તાલુકા મામલતદારનું ઓપરેશન : પ૦ લાખની જમીન ખુલ્લી
૧પ૦ વારમાં મકાન બની ગયું હતું : દારૂ બનાવવા ઝુંપડા ઉભા કરી નાખેલ

રાજકોટ, તા., ૧૨ : રાજકોટ તાલુકા મામલતદારની સુચના બાદ દબાણના નાયબ મામલતદાર શ્રી ભુમી લાવડીયા તથા તેમના સર્કલ ઓફીસરો, તલાટીએ પોલીસ-વીજતંત્રની ટીમને સાથે રાખી ભાવનગર રોડ ઉપર ઢાંઢણી ગામે અને અણીયારામાં બુલડોઝર ફેરવી દઇ પ૦ લાખની કિંમતની રપ૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
ઢાંઢણીમાં સરકારી ખરાબો સર્વે નં. ૧પ૮ની જમીનમાં ૧પ૦ ચો.મી.માં પાકુ મકાન બનાવી નખાયુ હતું. જે ખાલી હતું. તે તોડી પડાયું હતું. તો અણીયારા ગામે અસામાજીક પ્રવૃતિ, દારૂ બનાવવા અંગે ર થી ૩ ઝુંપડા ઉભા કરાયા હતા. તે તોડી પાડી ૧૯૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી. આ કાર્યવાહીમાં સર્કલ ઓફીસર શ્રી ઝાલા, શ્રી વઘાસીયા તથા રેવન્યુ તલાટી પણ સાથે રહયા હતા.
(4:06 PM IST)










