<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સંઘાણી સ્‍થા. જૈન સંઘના આંગણે ગુરૂ ગુણ સ્‍મૃતિ ધર્મ મહોત્‍સવ

ગાદીપતિ પૂ.પંથકમુનિ મ.સા. તથા સાધ્‍વી વૃંદની નિશ્રા : પૂ.જયાબાઇ મ.સ.ની ર૬ મી તથા પૂ.વિજયાબાઇ મ.સ.ની ૮ મી પુણ્‍યતીથીએ તપ આરાધના

રાજકોટ, તા.,૧૨ : ગોંડલ સંઘાણી સંઘના સાધક બેલડી બા.બ્ર. જયાબાઇ મહાસતીજી તથા બા.બ્ર. જયવિજયાબાઇ મહાસતીજીની પ્રેરણાથી જૈન શાસનની ધર્મોન્નતી તથા ગોંડલ શ્રી સંઘાણી સંપ્રદાયની અભિવૃધ્‍ધિની પ્રભાવના એક સદી જેટલી થઇ છે. પૂજય વાત્‍સલ્‍ય વારીધી બા.બ્ર જયાબાઇ મહાસતીજીની ૨૬ મી પુણ્‍યતીથી માગશર વદ ૯ તા. ૧૩ ની છે તથા પૂજય બા.બ્ર.જયા વિજયાબાઇ (માં સ્‍વામી) મહાસતીજીની ૮ મી પુણ્‍યતિથી માગશર વદ ૧૩ તા. ૧૭ ની છે. આ નિમિતે ગુરૂ ગુણસ્‍મૃતિ ધર્મ મહોત્‍સવનું આયોજન કરેલ છે.

ધર્મ  મહોત્‍સવમાં પાંચ દિવસનું પંચ પરમેષ્‍ઠી આરાધના તપ કરાવવામાં આવશે. મુખ્‍ય કાર્યક્રમ તારીખ ૧૪ ને રવિવારના રોજ જૈન બોર્ડીંગ ખાતે રાખવામાં આવેલ છે.

ધાર્મિક કાર્યક્રમની વિગતમાં ગુરૂ ગુણસ્‍મૃતિ ધર્મ મહોત્‍સવમાં તા.૧૩-૧પ-૧૬-૧૭ ના રોજ સવારે વિરાણી પૌષધશાળામાં સંત સતીજીઓ દ્વારા વ્‍યાખ્‍યાન, ત્રિરંગી સામાયીક અને જાપનું આયોજન રાખવામાં આવેલ છે અને તા. ૧૩ થી ૧૭ એમ પાંચ દિવસ પંચ પરમેષ્‍ઠી તપ મહોત્‍સવનું આયોજન કરેલ છે.

જેમાં અનુક્રમે ઉપવાસ, નવકારશી, આયંબીલ, પોરસીઅને ઉપવાસ કરવાના રહેશે. તો સકલ સંઘના તમામ સભ્‍યોને ગુરૂ ગુણસ્‍મૃતિ મહોત્‍સવમાં આયોજન કરવામાં આવેલ ધાર્મિક કાર્યક્રમ અને તપ મહોત્‍સવમાં લાભ લેવા વિનંતી.

આયંબીલ તપ વિરાણી વાડી ખાતે શ્રી સ્‍થાનકવાસી જૈન સંઘાણી સંઘ ૧૦ દિવાનપરા રાજકોટ દ્વારા કરાવવામાં આવશે.

કાર્યક્રમનું સંચાલન મેહુલ મહેન્‍દ્રભાઇ રવાણી કરશે. પારણા તા. ૧૮ ગુરૂવાર સમય સવારે ૮ વાગે વિરાણી વાડી હાથીખાના મેઇન રોડ રાજકોટ ખાતે યોજાશે.

ઉપરોકત કાર્યક્રમ અંગે ‘અકિલા' કાર્યાલય ખાતે જયેશભાઇ દેસાઇ, મહેશભાઇ કોઠારી, મહેન્‍દ્રભાઇ મોદી તથા પંકજભાઇ શેઠે વિગતો વર્ણવી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(2:40 PM IST)