<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સમાધાન કેમ નથી કરતો કહી પ્રકાશ ચાવડા પર છરીથી હુમલોઃ ખૂનની ધમકી-૯ જણા સામે ફરિયાદ

આજી વસાહત આંબેડકરનગરમાં બનાવઃ હુમલા-ધમકીથી ગભરાઇ યુવાન બહેન-બનેવીના ઘરે જતો રહ્યો હતોઃ બનેવીએ હિમ્‍મત આપતાં ફરિયાદ દાખલ કરાવી : થોરાળા પોલીસે ધવલ, ભાવેશ, ગીરધર, હમીર, તેના પત્‍નિ, જયદિપ, તેના પત્‍નિ, અજયના પત્‍નિ અને અજાણ્‍યા સામે ગુનો દાખલ કર્યોઃ મિત્રનો બર્થડે હોઇ કેક લેવા જતી વખતે આંતરી ડખ્‍ખો કરાયો

રાજકોટ તા. ૧૨: આજી વસાહત આંબેડકરગનરમાં રહેતો યુવાન ગયા મહિને પોતાના મિત્રનો જન્‍મદિવસ હોઇ તેને સાથે લઇને બાઇક પર કેક લેવા માટે જતો હતો ત્‍યારે તેને રસ્‍તાં બે શખ્‍સે આંતરી અગાઉના ઝઘડાનું સમાધાન કરી લેવાનું કહી ગાળો દઇ છરીથી હુમલો કરી ઇજા કરતાં અને આ શખ્‍સ સિવાયના બીજા લોકોએ પણ મારી નાખવાની ધમકી દઇ ગાળો દેતાં ગભરાઇને આ યુવાન પોતાની પત્‍નિને લઇ બહેન-બનેવીના ઘરે જતો રહ્યા બાદ બનેવીએ હિમ્‍મત આપતાં હવે ૯ શખ્‍સો વિરૂધ્‍ધ થોરાળા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતાં તપાસ શરૂ થઇ છે.

આ બનાવમાં થોરાળા પોલીસે ૮૦ ફુટ રોડ આજી વસાહત આંબેડકરનગર-૧૪માં રહેતાં પ્રકાશભાઇ વસંતભાઇ ચાવડા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ધવલ હમીરભાઇ મકવાણા, ગીરધર પુંજાભાઇ સોલંકી, ભાવેશ મનુભાઇ સુમેસરા, હમીર મકવાણાના પત્‍નિ, જયદિપ હમીરભાઇ મકવાણા, જયદીપના પત્‍નિ, અજયના પત્‍નિ હમીર મેઘજીભાઇ મકવાણા અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.

પ્રકાશભાઇ પરિવાર સાથે રહે છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા બાપુજી તથા મમ્‍મી નિવુત જીવન ગાળે છે, મારે બે બહેન છે. અમે સંયુક્‍ત કુટુંબમાં એકજ મકાનમાં સાથે રહીએ છીએ. મારા પત્‍નિનું નામ વૈશાલી છે.  મારે સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. ગત ૨૪ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્‍યાની આસપાસ મારા મિત્ર કિરીટભાઈ પરમારનો જન્‍મ દિવસ હોઇ જેથી બાઇક ચલાવીને કેક લેવા જતા હતા ત્‍યારે રામનગર મેઈન રોડ રેન બસેરા પાસે પહોંચતા ત્‍યાં ધવલ હમીરભાઈ મકવાણા તથા તેની સાથે કોઈ અજાણયો શખ્‍સ ઉભા હતાં. અમે ત્‍યાંથી નીકળતાં આ બંને બાઇક નંબર-૩૪૭૫ લઈને પાછળ આવેલ અને મને ધવલે ગાળો દઇ ઉભા રહેવાનું કહેતાં મેં વાહન ઉભુ રાખ્‍યું હતું.

આથી ધવલે કહેલુ કે-અગાઉના ઝઘડાનું તારે સમાધાન કરવું છે કે નહિ? મે સમાધાન કરવાની ના પાડતા જે એકદમ ઉશકેરાઈ ગયેલ અને મને જેમફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગેલ અને ધમકી આપવા લાગેલ જેથી મે ગાળો બોલવાની ના પાડતા તેણે પોતાના ફોનમાંથી ફોન કરીને ગીરધર પુજાભાઈ સોલંકી બોલાવેલ અને થોડીવારમાં એકસેસ નંબર-૨૪૯ ૫ વાળુ ગીરધર સોલંકી આવેલ અને જેની પાછળ ભાવેશ  સુમેસરા બેસેલ હતો. આ લોકોએ પણ જ ઉશકેરાઇ જઇ ગાળો દીધી હતી અને  બોલવા લાગેલ કે હમીરભાઈ મકવાણા સાથે સમાધાન કરી નાખજે નહિતર હમીરભાઈએ અમને લોકોને કહેલ છે કે આને જાનથી મારી નાખવા, તમામ પ્રકારનો ખર્ચો હું ભોગવી લઈશ. તેમ જણાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જો કે  મેં તેઓને સમાધાન કરવાની ના પાડતા જેમાંથી મને ભાવેશ સુમેસરાએ પકડી રાખેલ અને ધવલ મકવાણા તથા અજાણ્‍યા શખ્‍સે  ઢીકાપાટુંનો માર માર્યો હતો.

આ વખતે ગીરધર સોલંકીએ નેફામાંથી છરી કા મારા પર ઘા કરવા જતાં મેં પકડી લેતાં બંને હાથમાં ઇજાઓ થઇ હતી. આ પછી અમે ત્‍યાંથી ભાગીને મારા ઘરે ગયેલ અને મારા પત્‍નિને બનાવ બાબતે જાણ કરી હતી. આથી મારા પત્‍નિ મને હોસ્‍પિટલે લઇ જવા નીકળ્‍યા હતાં. દરમિયાન હમારા ઘર પાસે  ચોક છે ત્‍યાં પહોંચી રીક્ષાની રાહ જોતાં હતાં ત્‍યારે ત્‍યાં બાજુમાં હમીરભાઈ મકવાણાનુ મકાન હોઇ જે મકાનની અગાસી ઉપર હમીરભાઈ મકવાણા, તેના પત્‍નિ, જયદિપભાઈ મકવાણાના પત્‍નિ, અજયભાઈ મકવાણાના પત્‍નિ આ ત્રણયના નામ મને ખબર નથી તે તેમજ જયદિપ મકવાણા અગાશી ઉપર હોઇ અને જેમાંથી જયદિપ ફોનમાં કોઈની સાથે વાત કરતો હતો અને કહેતો હતો કે આને કેમ જીવતો રહેવા દીધો?

આ પછી આ બધા અગાસીએથી ગાળોદેતાં હોઇ અને મારવાની ધમકી આપતાં હોઇ અમે ત્‍યાંથી હોસ્‍પિટલે જવા નીકળી ગયા હતાં. ે ત્‍યાંથી સારવાર લઈને આ લોકો મારી સાથે હજી વધુ ઝગડો કરશે અને મને માર મારશે તેવી બીક લાગતા મારા પત્‍નિ સાથે મારા મોટા બહેનના ઘરે રહેવા માટે જતો રહેલ હતો અને આ મારી સાથ થયેલા ઝગડા બાબતે મેં મારા મોટા બનેવી રાજુભાઈ બાવજીભાઈ સોલંકીને વાત કરતા જેઓએ મને હિમત આપતાં મેં હવે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. અગાઉના ઝઘડાનું મને સમાધાન કરવાનું કહેતાં મેં ના પાડતાં ધવલ, ગીરધરભાઇ, ભાવેશ, અજાણ્‍યો શખ્‍સ, હમીરભાઇ, તેના પત્‍નિ, જયદિપના પત્‍નિ, જયદિપ, અજયના પત્‍નિ સીહતે ગાળો દઇ તે પૈકી ગીરધરે છરીથી ઇજા પહોચાડી હોઇ અને આ બધાએ મારી નાખવાની ધમકી આપી હોઇ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં પ્રકાશભાઇએ કહેતાં પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં  હેડકોન્‍સ. એન. એસ. ડામોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

(2:41 PM IST)