<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ઉત્‍સવ પાર્કના વૃધ્‍ધ ભરતભાઇ બારૈયાનું સંતકબીર રોડ

પર પડી જતાં મોત

 

રાજકોટ તા. ૧૨: શહેરના મોરબી રોડ પર ઉત્‍સવ પાર્ક મેઇન રોડ પર રહેતાં ભરતભાઇ શીવાભાઇ બારૈયા (ઉ.વ.૬૧) નામના વૃધ્‍ધ સવારે સંત કબીર રોડ પર ચાલીને જતાં હતાં ત્‍યારે પડી જતાં માથામાં ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

ભરતભાઇ સવારે ઘરેથી નીકળ્‍યા ત્‍યારે સંત કબીર રોડ પર આ બનાવ બનતાં તેમને ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેનો છુટક મજુરી કરતાં હતાં અને બે ભાઇ તથા એક બહેનમાં નાના હતાં. સંતાનમાં  એક દિકરી અને બે દિકરા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

સોમનાથ પાર્કના રોહિતભાઇ જાદવ ઝેરી દવા પી ગયા

અન્‍ય એક બનાવમાં કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે સોમનાથ પાર્કમાં રહેતાં રોહિતભાઇ વિનોદભાઇ જાદવ (ઉ.વ.૩૫) સવારે ઘરે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. તે કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં બે દિકરા છે. કલેશને કારણે પગલુ ભર્યાનું જણાવાયું હતું. (૧૪.૧૨)

 

(2:58 PM IST)