<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

એકતા સોસાયટીના ઇન્‍દ્રાવતીબેન સહાનીનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૧૨: હૃદય બંધ પડી જવાથી વધુ એક મૃત્‍યુ થયું છે. જામનગર રોડ પરા પીપળીયા પાસે એકતા સોસાયટીમાં રહેતાં ઇન્‍દ્રાવતીબેન સંજયભાઇ સહાની (ઉ.વ.૫૩)સવારે ઘરે બેભાન થઇ જતાં જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે  જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. ઇન્‍દ્રાવતીબેનને સંતાનમાં એક દિકરો છે અને પતિ કલરકામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. (૧૪.૧૨)

 

(2:59 PM IST)