<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

બાર એસો.ની ચૂંટણીનો સમગ્ર મામલો સંદિપ વેકરીયાના મામલે ગરમાયોઃ બંને જુથો આમને સામને

બી.સી.જી. અને બી.સી.આઇ. ના નિર્ણય બાદ હાઇકોર્ટમાં પરાકાષ્‍ઠાનો કાનુની જંગ મંડાયોઃ વેકરીયાએ મેળવેલ સ્‍ટેને વેકેટ કરવા હાઇકોર્ટમાં અરજીઃ બીજી બાજુ બી.સી.જી.ના રૂલ્‍સને રદ કરવાની અરજીથી વકીલોમાં ખળભળાટઃ બાર એસો.ની ચૂંટણીને અસર થાય તેવી અરજીથી વકીલોમાં ચકચારઃ બાર એસો.ની ચૂંટણી પૂર્વે બંને જુથો વચ્‍ચે કાનુની જંગ

રાજકોટ, તા. ૧રઃ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ ૧૯ મી ડિસેમ્‍બરે યોજાનાર છે, ત્‍યારે આ ચૂંટણીનો સમગ્ર મામલો ૧૨ એસોસિએશનના સેક્રેટરી સંદીપ વેકરીયાના રાજીનામા તેમજ ૨૦૨૬ની ચૂંટણીમાં તેની જોઈન્‍ટ સેક્રેટરીપદ માટે ઉમેદવારી મામલે બીસીજી, બીસીઆઈ તેમજ હાઇકોર્ટમાં કાનૂની જંગ મંડાયો છે.

બાર એસો.ની ૨૦૨૬ ની ચૂંટણીમાં સંદીપ વેકરીયાએ જોઈન્‍ટ સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્‍યારે ૨૦૨૫ની વર્તમાન બોડીમાં તે સેક્રેટરી જગ્‍યા ઉપર ચૂંટાઈ આવ્‍યા હતા. પરંતુ વર્તમાન બોડી સામે અસંતોષ વ્‍યક્‍ત કરી રાજીનામું આપ્‍યું હતું. આ રાજીનામા બાદ સંદીપ વેકરીયા બાર એસોસિએશનની ૨૦૨૬ની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી ચૂંટણી લડી શકે નહીં તે માટે રાજકોટ બાર એસોસિએશને સંદીપ વેકરીયાનું સભ્‍યપદ એક વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ સંદીપ વેકરીયાએ આ ઠરાવને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં પડકારતા તેમાં ગુજરાત બાર કાઉન્‍સિલની કમિટી દ્વારા વર્ચ્‍યુઅલ મોડમાં બંને પક્ષની સુનાવણીના અંતે રાજકોટ બારમાં ચૂંટણી કમિ‘ર નિયુક્‍ત થયાં બાદ એસોશિએશનનો વહીવટ અને સંચાલન કમિશનરને સોંપવા તેમજ   અરજદાર સંદીપ વેકરીયાનું સભ્‍યપદ રદ કરવાનો રાજકોટ બારનો નિર્ણય  ગેરકાયદે  ગણાવ્‍યો હતો. અને તા.૨૪-૧૧નાં બાર એસો. દ્વારા પ્રકાશિત થયેલ મતદાર યાદીમાં સંદીપ વેકરીયાનું નામ સામેલ હતું, તે પ્રમાણે પુનઃ સામેલ કરવાનો અને તેઓ ચૂંટણી લડવાપાત્ર ગણાશે તેવો હુકમ કર્યો હતો. દરમિયાન બીસીજી દ્વારા યોગ્‍ય ઠરેલા સંદીપ વેકરીયાએ જોઈન્‍ટ સેક્રેટરી પદ માટે ફોર્મ ભરી દીધું હતું, તેવામાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના હુકમ સામે રાજકોટ બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા સમક્ષ દાદ માંગતી રિવિઝન દાખલ કરી હતી. જે અરજી હાથ પર લેવામાં આવતા બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના હુકમ સામે સ્‍ટે ફરમાવ્‍યો હતો. આથી સંદીપ વેકરીયાએ ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી જોઈન્‍ટ સેક્રેટરીપદે ઉમેદવારી ઉપર પ્રશ્નાર્થ સર્જાયા હતા. દરમિયાન બીસીઆઈના હુકમને સંદીપ વેકરીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારી  રાજકોટ બાર એશોસીએશન વગેરેને પક્ષકાર બનાવી તેઓ વિરૂધ્‍ધ સ્‍પે.સિવિલ એપ્‍લીકેશન દાખલ કરી બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડીયાનો હુકમ રદ કરવા અને ઉમેદવારી કરતા ન અટકાવવા કાર્યવાહીઓ કરી રજુઆતો કરવામાં આવી હતી. તેમાં બંને પક્ષની રજુઆતો, કાયદાકિય પરિસ્‍થિતિને ધ્‍યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાર્યવાહીઓ પેન્‍ડિંગ હોવા દરમીયાન બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાના હુકમને સ્‍ટે કરતો અને સંદિપ વેકરીયાને ચૂંટણીમાં ભાગ લેતા અટકાવવા નહી તેવા સ્‍ટે આપ્‍યો હતો બાકીની મેટર સુનાવણી માટે રાખી હતી. દરમિયાન તા. ૧૧ ડિસેમ્‍બરે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુમિત વોરાએ હાઇકોર્ટે આપેલો સ્‍ટે રદ કરવા હાઇકોર્ટમાં એપ્‍લિકેશન કરી હતી, પરંતુ હાઇકોર્ટ દ્વારા પોતાની વિરુદ્ધ હુકમ થશે તેમ માની સુમિત વોરાએ સંદીપ વેકરીયા સામેની મનાઇહુકમની અરજી પરત ખેંચવા હાઇકોર્ટમાં અરજી કરી સાથે સાથે ૧૨ કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ઇલેક્‍શન રૂલ્‍સને પડકારીને નવેસરથી અરજી કરી છે.

 એ નોંધનીય છે કે, રાજ્‍યના ૨૨૫ જેટલા બાર એસોસિએશનની ચૂંટણીઓ બીસીજી ૨૦/૧૨/૨૦૧૫ના રૂલ્‍સ મુજબ થાય છે, તે રુલ્‍સને ખોટા અને ગેરકાયદે ગણાવી રૂલ્‍સ અને ચેલેન્‍જ કરવામાં આવ્‍યા છે. તેમાં રાજકોટ બાર એસોસિયેશન સહિત રાજ્‍યના તમામ બાર એસોસિએશનની ચૂંટણીને અસર થાય તેવી સિવિલ એપ્‍લિકેશન ખુદ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના કો ઓપ્‍ટ મેમ્‍બર સુમિત વોરા દ્વારા કરવામાં આવી છે.(૬.૧પ)

 

 

 

 

 

(3:00 PM IST)