હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનપાના બજેટમાં આવકના ટાર્ગેટ માત્ર કાગળ ઉપરઃ ૧૮૦ કરોડનું ગાબડુ
આવાસમાં ૧૩પ કરોડની ઉઘરાણીઃ પગાર, ભરતી, પગાર ધોરણપંચ આ બધી હાલતમાં આવકના સાધનો નબળાઃ વસુલાત માટે કોઇ કાર્યવાહી નહી

રાજકોટ, તા.૧૨: મનપાના મહેસુલી ખર્ચ માટે એફએસઆઇ તેમજ આવાસ યોજના સહિતના વિભાગોની આવક ઉપર આધાર રાખવામાં આવી રહ્યો છે. પરંતુ બજેટ બાદ મહેસુલી ખર્ચમાં સતત વધારો થતા અને ઉઘરાણીમાં તંત્ર ઉણુ ઉતરતા મનપાની તેજીરી તળીયા ઝાટકના આરે આવી ગઇ છે. જેમાં ખાસ કરીને એફએસઆઇની આવકમાં ૧૨૦ કરોડનુ અને આવાસ યોજનના હપ્તા પેટે થતી આવકમાં ૧૩૫ કરોડનુ લેણુ આજની તારીખે બાકી હોય ફકત બે વિભાગની મહેસુલી આવકમાં રૂા.૧૮૦ કરોડનુ ગાબડુ થયાનુ જાણવા મળેલ છે.
મનપાના નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ ના બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ આવક પૈકી વેરા વિભાગની આવક ગત વર્ષની તુલનાએ વધુ જોવાઇ રહી છે. ૪૫૪ કરોડના લક્ષ્યાંક સામે આવક ૩૦૦ને પાર થઇ ગઇ છે. તેમજ જાન્યુઆરીથી સીલીંગ અને જપ્તી સહિતની કામગીરી શરૂ કરવાની હોવાથી લક્ષ્યાંક પૂર્ણ થવાની સંભાવના વેરા વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. પરંતુ અન્ય આવકમાં મોટો ગાબડુ જોવા મળી રહ્યુ છે. નવા બજેટનો હવે ત્રણ મહિનાનો સમય બાકી હોય અમુક વિભાગનો લક્ષ્યાંક ૪૦્રુ પણ પૂર્ણ ન થયો હોવાનુ જાણવા મળેલ છે. જેમાં ખાસ કરીને એફએસઆઇના ૨૦૦ કરોડના લક્ષ્યાંક સામે નવ માસમાં ફકત ૭૯.૫૯ કરોડની આવક જોવા મળી છે. જયારે અલગ-અલગ આવાસોની હપ્તાની આવકમાં મોટુ ગાબડુ જોવા મળ્યુ છે. થોડા સમય પહેલા ચડતા હપ્તા હોય તેવા આસામીઓને નોટીસો આપી સીલીંગ કામગીરી શરૂ કરવામાં આવી જેને અચાનક બ્રેક લાગી જતા આવાસના હપ્તાની આવકમાં ૧૩૫ કરોડનુ ગાબડુ જોવા મળ્યુ છે.
આવાસની ૧૩પ
કરોડની ઉઘરાણી
મહાનગરપાલિકાના મહેસુલી ખર્ચ વધવાની સાથે આવકમાં મોટુ ગાબડુ જોવા મળ્યુ છે. જેમાં આવાસની ફાળવણી થઇ ચૂકી હોય અને હપ્તા ચડત થઇ ગયા હોય તેવા ૧૩૫ કરોડની વસુલાત આજે પણ બાકી છે. જેની સામે સ્માર્ટ ઘર ૪, સોરઠીયાવાડી સર્કલ પાસે તથા સ્માર્ટ ઘર ૬, ભગવતીપરા તેમજ બીએસયુપી ૨ અને ૩ના ૧૦૫૬ આવાસની ફાળવણી બાકી હોવાથી મનપાના અંદાજે રૂા.૨૦૦ કરોડ અટવાઇ ગયા છે. આથી મનપાએ તૈયાર કરેલા અને ફરી વખત રીપેર કરેલા હોય તેવા ૨૦૦ કરોડના આવાસો ફાળવણીના વાકે ધુળ ખાઇ રહ્યા હોય તંત્રની આવકમાં મોટુ ગાબડુ પાડવામાં કારણભૂત બન્યા છે.










