<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

કાલથી ચૌહાણ પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

વ્‍યાસાસને આચાર્ય બાલકૃષ્‍ણ રાજયગુરૂ બિરાજશે : વિવિધ પ્રસંગો ઉજવાશે : રાત્રીના સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટ, તા. ૧ર :  જે મા-બાપે જન્‍મ આપીને આપણને પાળી-પોષી મોટા કર્યા સમાજમાં રહેતા અને જીવતા શીખવ્‍યુ તેમનું ઋણ ચુકવવાના અવસર અમને પ્રાપ્ત થતા અમારા કુળદેવી શ્રી આશાપુરા માતાજી તથા સુરાપુરા દાદાની અસીમ કૃપાથી અને અંતરિક્ષમાંથી આશિર્વાદ પાઠવતા સર્વે પિતૃઓના મોક્ષાર્થે ચૌહાણ પરિવાર દ્વારા શિતવન સોસાયટી, ન્‍યારી ડેમ રોડ, ન્‍યારી ડેમ પાસે રાજકોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા. ૧૩-૧ર-રપ ને શનિવારથી તા. ૧૯-૧ર-રપ ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે.

સ્‍વ. માનસિંહજી દેવાજીબાપુ ચૌહાણ સ્‍વ. જીવુબા માનસિંહ ચૌહાણ, સ્‍વ. ભીખુભા માનસિંહજી ચૌહાણ પરિવારના દિલીપસિંહજી માનસિંહજી ચૌહાણ હરિヘન્‍દ્રસિંહજી ચૌહાણ, શ્રી પાર્થરાજસિંહજી દિલીપસિંહજી ચૌહાણ તથા ચૌહાણ પરિવાર દ્વારા આયોજીત આ શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ દરમિયાન રસપાન કરી શકાશે.

કથાના વ્‍યાસાસને આચાર્ય શ્રી બાલકૃષ્‍ણ રાજયગુરૂ (પુરાણ વકત્‍વ, વૈદિક પુરોહિત, જયોતિષાચાર્ય, સંસ્‍કૃત વ્‍યાકરણાચાર્ય) શ્રીમદ્‌્‌ ભાગવત કથાના વ્‍યાસાસને બિરાજીને કથાનું રસાસ્‍વાદ  કરાવશે. કથા દરમિયાન દરરોજ  બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કથામાં તા. ૧૩ ને શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યે હાસ્‍ય દરબાર તા. ૧પ ને સોમવારે રંગ સનાતન અને તા. ૧૭ ને બુધવારે શ્રીનાથજીની ઝાંખી યોજાશે.

કથા દરમિયાન તા. ૧૩ ને શનીવારે સવારે ૯ વાગ્‍યે પોથીયાત્રા, તા. ૧૪ ને રવિવારે સાંજે પ વાગ્‍યે પરિક્ષિત જન્‍મ તા. ૧પ ને સોમવારે સાંજે પઃ૪પ વાગ્‍યે નૃસિંહ પ્રાગટય, તા. ૧૬ ને મંગળવારે સવારે ૧૧ વાગ્‍યે શ્રી વામન પ્રાગટય, બપોરે ૧ર વાગ્‍યે શ્રી રામ પ્રાગટય, સાંજે પ વાગ્‍યે નંદ મહોત્‍સવ, તા. ૧૭ ને બુધવારે સાંજે પઃ૪પ વાગ્‍યે ગોવર્ધનલીલા, તા. ૧૮ ને ગુરૂવારે સાંજે પ વાગ્‍યે રાસલીલા શ્રી રૂકમણી વિવાહ તા. ૧૯ ને શુક્રવારે શ્રી સુદામા ચરિત્ર, હુંડી, કથા વિરામ તથા તા. ર૦ ને શનિવારે સવારે દશાંશ યજ્ઞ યોજાશે.

ભાવિકોને કથા શ્રવણ તથા ભોજનનો લાભ લેવા દિલીપસિંહજી માનસિંહજી ચૌહાણ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

વધુ વિગત માટે (મો. ૯૦૧૯૮ ૯૯૯૯૯) અથવા (મો. ૯૯રપર ૯૦૦૭૯)

(3:54 PM IST)