<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જેતપુરમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરનાર ૪ પકડાયા : ૩ ની શોધ

રાજકોટ, તા., ૧૨ : જેતપુર પોલીસે મ્‍યુલ બેંક એકાઉન્‍ટ અંગે તપાસ કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરનાર ૭ એજન્‍ટો સામે ગુન્‍હો દાખલ કરી ૪ ની ધરપકડ કરી છે. જયારે અન્‍ય ૩ ની શોધખોળ હાથ ધરાઇ છે.

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે મ્‍યુલ એકાઉન્‍ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા શખ્‍સો સામે કાર્યવાહી કરવા આપેલ સુચના અન્‍વયે જેતપુરના પીઆઇ એ.ડી.પરમાર તથા પીએસઆઇ જી.બી.જાડેજા, રાજકોટ રેન્‍જ સાયબર સેલના પીઆઇ જે.વાય.ચૌહાણ તથા રાજકોટ ગ્રામ્‍ય સાયબર સેલના પીઆઇ એમ.એન.રાઠોડ સહિતની ટીમોએ તપાસ કરી જેતપુરમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૧૪.૩૦ લાખની રકમ ચેકથી અને કેશથી વિડ્રો કરનાર આરોપી અઝીમ ઇકબાલભાઇ સોલંકી, મીત જગદીશભાઇ ગુજરાતી, ફૈઝાન ફારૂકભાઇ વાડીવાલા તથા હર્ષ સુનીલભાઇ પરમાર (રહે. ચારેય જેતપુર) સામે ગુન્‍હો દાખલ કરી ઝડપી લઇ ધરપકડ કરી હતી. તેમજ ગૌરવ ભટ્ટ (રહે. જેતપુર) મુસ્‍તકીમ અમીનભાઇ માલાણી તથા તાઝીમ અમીનભાઇ માલાણી (રહે. બંને મુળ જેતપુર, હાલ સુરત)ના નામો ખુલતા ત્રણેયની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે પકડાયેલ ચારેય આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ,  કિંમત ૧.૭પ લાખ કબ્‍જે કરી તપાસ હાથ ધરી છે.

(4:10 PM IST)